- કેજરિવાલ એ કેન્દ્રને કર્યો આગ્રહ
- બ્રિટન માટેની ફ્લાઈટનો પ્રતિબંઘ લંબાવવા જણાવ્યું
દિલ્હીઃ-કોરોના નવા સ્ટેરનનો ખતરો જોઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને 31 જાન્યુઆરી સુધી બ્રિટનથી દિલ્હી આવતી તમામ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ વધારવા માટેની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે તે ખૂબ મહત્વનું છે.
આ સમગ્ર બાબતે સીએમ કેજરિવાલ એ ટ્વિટ કરીને જણાવ્યું છે કે,કેન્દ્ર સરકારે પ્રતિબંધ હટાવવાનો અને બ્રિટનની ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં કોવિડ -19 ની અત્યંત ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારને 31 જાન્યુઆરી સુધી ફ્લાઇટ પર પ્રતિબંધ લંબાવા માટેની વિનંતી છે.
આ સમગ્ર બાબતે કેજરીવાલે વધુમાં લખ્યું છે કે, ઘણી મુશ્કેલીથી આરપણે લોકોએ કોવિડ -19 ની પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી છે. બ્રિટનમાં કોવિડ પરિસ્થિતિ ગંભીર છે. હવે આ પ્રતિબંધ હટાવીને શા માટે આપણા લોકો પર જોખમ લાવી રહ્યા છે ?
ઉલ્લેખનીય છે કે છ્લાલ ઘણા દિવસોથી બ્રપિટનમાંનવા કોરોના સ્ટ્રેનનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે જેને લઈને સરકારે ત્યાથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ રાખ્યો હતો જો કે હવે આ પ્રતિબંધને લંબાવવા માટે દિલ્હીના સીએમ એ સરકારને સુચનો આપ્યા છે.
સાહિન-