Site icon Revoi.in

રેલ્વે ટીકીટમાં વૃદ્ધોને રાહત આપવા મામલે CM કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

Social Share

દિલ્હીઃ- દિલ્હીના સીએમ અનેક વખત ચર્ચામાં રહે છએ ત્યારે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વરિષ્ઠ નાગરિકોને રેલ્વે મુસાફરીમાં આપવામાં આવતી રાહત પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.

આ લખેલા પત્રમાં સીએમ એમ કેજરીવાલે કહ્યું કે દેશના વૃદ્ધ નાગરિકોને છેલ્લા ઘણા સમયથી રેલ મુસાફરીમાં 50 ટકાની છૂટ મળી રહી છે. દેશના કરોડો વડીલોને તેનો લાભ મળતો હતો. તમારી સરકારે આ મુક્તિ નાબૂદ કરી છે,જે દુર્ભાગ્યપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે  રેલ્વે ભાડામાં વરિષ્ઠ નાગરિકોને મળતી રાહત નાબૂદ કર્યાને ઘણો સમય થઈ ગયો છે, આવી સ્થિતિમાં વરિષ્ઠ નાગરિકોને ફરીથી રાહત આપવાની માંગ જોર પકડી રહી છે. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ખુદ પીએમને પણ આ મામલે પત્ર લખ્યો છે.

દિલ્હીના સીએમએ પીએમને તેમના પત્રમાં તેને ફરીથી સ્થાપિત કરવાની અપીલ કરી છે. અમે વૃદ્ધો માટે વિનામૂલ્યે તીર્થયાત્રા શરુ કરીએ છીએ. 1600 કરોડ બચાવવા માટે વૃદ્ધોને રાહત આપવાની વાત ખોટી છે.  કેજરીવાલે પોતાના પત્રમાં એમ પણ લખ્યું છે કે દિલ્હી સરકાર પોતાના બજેટમાંથી 50 કરોડ રૂપિયા વડીલોને તીર્થયાત્રાએ જવા માટે ખર્ચે છે, જેથી સરકારને કોઈ નુકસાન ન થાય, તેથી કેન્દ્ર સરકારે પણ આવું કરવું જોઈએ .

વાત જાણે એમ છે કે કોરોના મહામારી દરમિયાન નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ વરિષ્ઠ નાગરિકો સહિત ત્રણ શ્રેણીઓ સિવાયના તમામ માટે ભાડામાં રાહત બંધ કરી દીધી હતી. કોરોના મહામારી પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને 50 ટકા ડિસ્કાઉન્ટ મળતું હતું. જે હવે નથી મળી રહ્યું જેને લઈને દિલ્હીના સીએમ એ પત્ર લખ્યો છે.