Site icon Revoi.in

પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીને CM કેજરિવાલની સલાહ, જાણો શું કહ્યું ?

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે મતદાનનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. અરવિંદ કેજરિવાલની પોસ્ટ ઉપર પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ચૌધરીએ લખ્યું હતું કે, શાંતિ અને સદભાવના જ નફરત અને ઉગ્રવાદની તાકાતને પરાસ્ત કરી શકે છે. જેની ઉપર કેજરિવાલે સલાહ આપી હતી કે, આપ પહેલા પાકિસ્તાન ઉપર ધ્યાન આપો.

કેજરિવાલે પાકિસ્તાન નેતાને સલાહ આપતા કહ્યું કે, ચૌધરી સાહેબ, હું અને મારા દેશના લોકો પોતાની સમસ્યાનો સામનો કરવા સક્ષમ છે. આપના ટ્વીટની જરુર નથી. હાલ પાકિસ્તાનની હાલત ખુજ જ ખરાબ છે. આપ આપના દેશને સંભાળો. ભારતમાં થઈ રહેલી ચૂંટણી અમારો આંતરિક મામલો છે. આતંકવાદના સૌથી મોટા ઉત્પાદકનો હસ્તક્ષેપ ભારત સહન કરી નહીં શકે.

દેશમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું શનિવારે મતદાન યોજાયું હતું. છઠ્ઠા તબક્કામાં દિલ્હીની લોકસભા બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે. દરમિયાન સીએમ કેજરિવાલે પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ સીએમ કેજરિવાલે કહ્યું કે, મારી માતાજીની તબિયત નાદુરસ્ત છે. જેથી તેઓ આજે મતદાન નથી કરી શક્યાં. મે તાનાશાહી, બેરોજગારી અને મોંઘવારીની વિરોધમાં મતદાન કર્યું હતું. તેમજ કેજરિવાલે લોકોને વધારેમાં વધારે મતદાન કરવા માટે અપીલ કરી હતી. દિલ્હીમાં ગરમી વચ્ચે પણ સવારથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.