Site icon Revoi.in

રાજકોટ મેયર દ્વારા સીએમ જેવું ડેશબોર્ડ તૈયાર કરાયું

Social Share

રાજકોટ મેયર દ્વારા જોવામાં આવેલું સપનું આજ રોજ પૂરું કરવામાં આવ્યું છે. રાજકોટ મેયર દ્વારા સીએમ જેવું ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. હાલના કોમ્પ્યુટર યુગમાં મહાનગરપાલિકાની તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહે તે માટે મેયર ડેશબોર્ડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેના અનુસંધાને આજથી ડેશબોર્ડનું શુભારંભ કરવામાં આવ્યું છે.

મેયર ડેશબોર્ડમાં મહાનગરપાલિકાનો રોજ બરોજની તમામ વિગતો મેયરને ઓનલાઈન મળી શકે તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટેક્સ કલેક્શન, જન્મ/મરણ તેમજ લગ્ન નોંધણી, કોલ સેન્ટરમાં નોંધાયેલ ફરિયાદ તેમજ મહાનગરપાલિકાના બજેટ જેવી ચાર વિગતો ડેશબોર્ડમાં દર્શાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ પણ પ્રગતિના પંથે છે અને દિવસે ને દિવસે શહેરનો વિકાસ થતા જનસંખ્યા પણ વધી રહી છે. લોકો રોજગારીની શોધમાં રાજકોટ આવી રહ્યા છે અને તેના કારણે શહેરના પ્રશાસન પર કામનો ભાર વધ્યો છે.

હવે આ પ્રકારની સુવિધા મેયર દ્વારા શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોને પોતાના જરૂરીયાતવાળા કામ કરવામાં આસાની રહેશે અને સાથે તેમનો સમય પણ બચશે. રાજકોટમાં હવે થનારી તમામ પ્રવૃતિઓ પર મેયરની નજર રહેશે જેથી કરીને કોઈ પણ વિભાગમાં કોઈને કામ બાબતે તકલીફ ન પડે તે માટે પગલા લેવામાં આવ્યા છે.