લખનૌ – મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિતેલી શનિવારની સાંજે લખનૌ પહોંચ્યા હતા. તેઓ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ખાતે બેસી રામલલાના દર્શન કરશે અને પૂજા કરશે. મળતી માહિતી મુજબ, શિંદે તેમના કેબિનેટના સભ્યો સાથે અયોધ્યા પહોંચ્યા છે.
સીએમ શિંદે કેબિનેટ મંત્રીઓ સાથે શ્રી રામ જન્મભૂમિ પર બેસીને રામલલાના દર્શન કરશે અને મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. રામલલાની આરતીમાં હાજરી આપ્યા બાદ તેઓ લક્ષ્મણ કિલ્લા ખાતે સંત ધર્માચાર્યો પાસેથી આશીર્વાદ લેશે અને ત્યારબાદ સરયુની આરતી કરશે.
શ્રી રામ જન્મભૂમિ પર બેસીને રામલલાના દર્શન કરશે અને મંદિરના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. રામલલાની આરતીમાં હાજરી આપ્યા બાદ તેઓ લક્ષ્મણ કિલ્લા ખાતે સંત ધર્માચાર્યો પાસેથી આશીર્વાદ લેશે અને ત્યારબાદ સરયુની આરતી કરશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ તેમની સાથે અયોધ્યા આવ્યા છે. લખનૌથી અયોધ્યા માટે રવાના થતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, ભગવાન રામના આશીર્વાદ અમારી સાથે છે અને તેથી અમને ધનુષ અને બાણનું પ્રતીક મળ્યું છે.
આ સાથે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે આજે હું રામલલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યો છું. હું રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલો છું. હું તમામ કાર સેવામાં હાજર રહ્યો છું.
જૂન 2022માં મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ અયોધ્યા મુલાકાત છે. તેમણે કહ્યું કે હું રામ મંદિરના નિર્માણમાં ઝડપ લાવવા માટે પીએમ મોદીનો આભાર માનું છું. અયોધ્યા મારા માટે આસ્થાનો વિષય છે. જેઓ ટીકા કરી રહ્યા છે, હું તેમને મારા કામથી જવાબ આપીશ.