હવે ગુજરાત બનશે પ્રદુષણ મૂક્તઃ- સીએમ રુપાણી એ ઈ-વાહનોને લઈને 4 વર્ષ માટે આ ખાસ પોલિસી જાહેર કરી
- સીએમ રુપાણીએ કરી મોટી જાહેરાત
- ઈવ્હિકલ માટે મળશે હવે સબસિડી
- આ યોજના 4 વર્ષ માટે અમલી બનશે
- ગુજરાતને પ્રદૂષણ મૂક્ત બનાવવાની પહેલ
ગાંઘીનગરઃ– આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ગાંઘીનગર ખાતે એક ખાસ પ્રેસ કોન્ફોરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે ઈ-વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે,ઉલ્લેખનીય છે કે જે રીતે હાલ પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોંચી રહ્યા છે તેવી સ્થિતિમાં સીએમ રુપાણીની આ જોહેરાત લોકો માટે રાહત બની શકે છે.
સીએમ રુપાણીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી લાગૂ કરવામાં આવી ચૂકી છે.તેમણે કહ્યું કે ,પેટ્રોલ ડિઝલની આપુર્તિ માટે બહારથી મંગાવવાની ફરજ પડે છે તેવી સ્થિતિમાં ઈ વાહનની આ પોલિસી જરુ કરવામાં આવી છે, આ પોલિસી આવનારા 4 વર્ષ સુધી અમલી બનશે.
સીએમ રુપાણીએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે,આ ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી અંતર્ગત 4 વ્હીલરમાં 1 લાખ 50 હજાર, થ્રી વ્હીલરમાં 50 હજાર અને ટૂ વ્હીલરમાં 20 હજારની જે તે વાહન લેનારને સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવશે . સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સહિત સરકારનો હેતુ ઈ-વાહનોને સસ્તા બનાવવાનો છે,વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેન બનાવવા માટે પણ સરકાર સબસિડી આપશે, રાજ્યના અનેક હાઈવે પણ ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવશે જેથી ઈ વાહનોને દૂર સુધીની યાત્રા કરવામાં કોઈ સમસ્યા ન આવે, આ રીતે ઈ વાહનોને પ્રોત્સાહન આપીને રાજ્ય સરકાર ગુજરાતને પ્રદુષણ મૂક્ત બનાવવાનો એક સફળ પ્રયાસ કરી રહી છે.