મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું મતદાન, ભાજપની જીતનો કર્યો વિશ્વાસ વ્યક્ત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મુક્ત થયા બાદ મુખ્યમંત્રી હવાઈ માર્ગે રાજકોટ ગયા હતા. જ્યાં તેમણે કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. તેમણે તમામ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે તેમ પણ તેમણે કહ્યું હતું.
આજે મારો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો છે અને કોરોના મુક્ત થયો છું. છેલ્લા કેટલાક સમયથી કોરોના સામે સામુહિક પ્રયાસોને કારણે 97 ટકાથી વધારે રિકવરી રેટ પહોંચ્યો છે. સારી સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોનાથી ઝડપથી સાજો થઈને સીધો મતદાન કરવા રાજકોટ આવ્યો છે. લોકશાહીમાં મતદાન એ પવિત્ર ફરજ છે એ તમામ મતદારો અદા કરે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. ગુજરાત શાંત ગુજરાત છે. તે પ્રતિષ્ઠા ગુજરાતે જાળવી રાખી છે. કોરોનાના દર્દીઓને પોતાનો ઝડપથી ટેસ્ટ કરાવીને સારવાર મેળવે. સરકારી હોસ્પિટલમાં સારામાં સારી સુવિધા છે. મે પણ સારવાર મેળવી છે. કોરોનાના દર્દીઓ ઝડપી સાજા થાય તેવી મારી પ્રાર્થના છે. સરકારી હોસ્પિટલમાં સારામાં સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિકાસ જ મુદ્દો છે. વિકાસ સિવાય બીજો કોઈ મુદ્દો નથી. કેન્દ્રની સરકાર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કરી રહી છે. રાજ્ય સરકાર ગુજરાત કરી રહી છે. મારા શહેર મારા ગામનો વિકાસ ભાજપ જ કરી શકે છે. મહાનગરપાલિકામાં અકલ્પિનિય પરિણામ આવશે અને જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ સાફ થઈ જશે.
જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની ગાઈડલાઈનને પ્રમાણે મતદાન કર્યું છે.