Site icon Revoi.in

રાજકોટ મનપા ચૂંટણી : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતા મહાનુભાવો કરશે મતદાન

Social Share

• ગુજરાતના છ મહાનગરોમાં ચૂંટણી માટે મતદાન
• 2021માં 10,93,991 મતદારો સામે 991 જ બુથ
• કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે મતદારો દ્વારા પાલન

રાજકોટઃ ગુજરાતમાં આજે અમદાવાદ, રાજકોટ સહીત છ મહાનગરપાલિકામાં મતદાન યોજાશે. રાજકોટ મહાનગરપાલિકાની 2015ની ચૂંટણીમાં 8,85,700 મતદાતા નોંધાયા હતા અને 1,168 મતદાન મથક પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 2021ની ચૂંટણીમાં 991 મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. અને મતદાતાઓની સંખ્યા 10,93,991 છે.20,8,291 મતદાતાનો વધારો થયો છે. હાલ કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન પણ કરવાનું છે. ત્યારે ચૂંટણીપંચે મતદાન કેન્દ્રમાં વધારો કરવાના બદલે ઘટાડો કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે 5 થી 6 ની વચ્ચે અનીલ જ્ઞાન મંદિર,જીવન નગર ખાતે મતદાન કરશે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા બપોરે 2 વાગ્યે હરિહર સોસાયટી કોમ્યુનિટી હોલ ખાતે મતદાન કરશે. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને તેમના પત્ની શ્વેતા તેવરિયા શાળા નંબર 11, રાષ્ટ્રીય શાળાની સામે રાજકોટ ખાતે સવારે મતદાન કર્યું હતું. આવી જ રીતે રાજકોટ મહિલા મોરચાના પ્રભારી અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી, ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાજપ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ઘનસુખ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને સોરાષ્ટ્ર કચ્છના ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ તથા સુરેન્દ્રનગરના ભાજપ પ્રભારી નીતિન ભારદ્વાજએ મતદાન કર્યું હતું. રાજકોટમાં સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોની લાઈનો જોવા મળી હતી.