Site icon Revoi.in

ગુજરાતમાં ટ્વિટર ઉપર 2.8 મિલિયન ફોલોઅર્સ સાથે CM રૂપાણી નંબર વન

Social Share

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને રાજકીય આગેવાનો સોશિયલ મીડિયામાં મારફતે પ્રજા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. જો કે, ગુજરાતના રાજકીય આગેવાનોમાં સોશિયલ મીડિયામાં સૌથી વધારે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકપ્રિય છે. ટ્વીટર ઉપર વિજય રૂપાણીના 2.8 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના 7.16 લાખ ફોલઅર્સ છે. કોંગ્રેસમાં સૌથી વધારે ફોલોઅર્સ હાર્દિક પટેલના છે. હાર્દિક પટેલના લગભગ 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 403800, પ્રદિપસિંહ જાડેજા 248000, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 716500, સૌરભ પટેલ 64400, આરસી ફળદુ 58200 અને કુંવરજી બાવળિયા 2321 ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે અનેક રાજકીય નેતાઓ હજુ ટ્વીટર ઉપર એકાઉન્ટ ધરાવતા નથી અને જેમના છે તેઓ અપડેટ કરતા નહીં હોવાનું જાણવા મળે છે. ગુજરાત ભાજપના ટ્વીટર એકાઉન્ટમાં 1.2 મિલિયન ફોલોઅર્સ છે. બીજી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના 16 હજાર જેટલા ફોલોઅર્સ છે, જ્યારે ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીના 400600ના ફોલોઅર્સ છે.

જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો યુવા નેતા હાર્દિક પટેલના સૌથી વધારે 1.5 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના 85600 અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના 65500 ફોલોઅર્સ છે. શક્તિસિંહ ગોહિલ 203800 અને અર્જુન મોઢવાડિયા 211300 ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસ પાસે 149800 ફોલઅર્સ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ટ્વીટર ઉપર સૌથી વધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ છે. પીએમ મોદીના 64 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ગૃહમંત્રી અમિત શાહના 24 મિલિયન જેટલા ફોલોઅર્સ છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના 16.8 અને પ્રિયંકા ગાંધીના 3 મિલિયન ફોલોઅર્સ છે.