- સીએમ રૂપાણીની મોટી જાહેરાત
- અમદાવાદના વિકાસને મળશે વધારે ગતિ
- અમદાવાદના વિકાસ માટે ફાળવશે 702 કરોડ
અમદાવાદ: ગુજરાતના તમામ લોકો માટે રોજગારી માટેનું શહેર બનતું જતુ અમદાવાદ હવે વધારે ઝડપથી પ્રગતિ કરશે. અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ કામ અને શહેરના વિકાસ માટે મુખ્યમંત્રી રૂપાણીએ 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.
શહેરમાં વિવિધ વિકાસ કાર્યો માટે રકમ ફાળવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં રોડ રિસરફેસીંગ,માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ માટે 354.80 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
અમદાવામાં હાલ મેટ્રોનું કામ પણ ફટાફટ ચાલી રહ્યું છે અને ઝડપથી સમગ્ર અમદાવાદમાં મેટ્રો દોડતી થઈ જાય તેવી સંભાવનાઓ પણ છે. તેની સાથે સાથે શહેરમાં અન્ય વિકાસના કામ પણ ચાલી રહ્યા છે તેને પણ ઝડપથી વેગ આપવામાં આવી શકે છે. અમદાવાદ હાલ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકોની રોજગારી માટે મુખ્ય મથક બનીને ઉભરી રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં લોકો રોજગારીની શોધમાં શહેરમાં આવી પહોંચે છે.