Site icon Revoi.in

ગુજરાત સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણનો CM રૂપાણીએ કર્યો ઈન્કાર

Social Share

અમદાવાદ: ગુજરાતની મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રી મંડળનું વિસ્તરણ અને બોર્ડ-નિગમમાં નિમણુંકની ચર્ચાઓ વહેતી થઈ છે. જો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકીને જણાવ્યું હતું કે, હાલ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું નથી. આ ઉપરાંત બોર્ડ નિગમમાં પણ હાલ કોઈ નિમણૂકો નહીં થાય. આમ વિવિધ અટકળો ઉપર મુખ્યમંત્રીએ પૂર્ણ વિરામ મુક્યો હતો.

ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 21 જૂન યોગા દિવસના નિમિતે વેકસીનેશન મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વસ્તીના પ્રમાણમાં વેકસીનેશનમાં દેશમાં ગુજરાત મોખરે છે. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,

રસી લેવામાં કોઈ ગુજરાતી બાકી ન રહે. ગુજરાતને કોરોના મુક્ત બનાવવું છે. રાજ્યમાં 5000 રસીકરણ કેન્દ્ર ઉભા કર્યા છે. તેમજ કોઈ પણ પક્ષ હોય SOPનું પાલન ફરજીયાત કરવું પડશે.

રાજકીય પક્ષ હોય કે ધાર્મિક સંસ્થા તમામને પાલન કરવાનું છે. મંત્રી મંડળના વિસ્તાનની વાત હવામાં છે. વિજય રૂપાણીએ મંત્રી મંડળનું વિસ્તરણને લઈને જણાવ્યું કે, કોઈ વિસ્તરણ થવાનું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવા નિયમ અનુસાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેથી ભાજપના અનેક નેતાઓમાં નારાજગી ફેલાઈ હતી. તે સમયે આ નેતાઓને યોગ્ય સ્થળ ઉપર પસંદગીની ખાતરી આપવામાં આવી હતી. દરમિયાન બીજી તરફ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બોર્ડ-નિગમમાં પસંદગી અને મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ વહેતી થઈ હતી.