અયોધ્યા – ભગવાન રામની નગરી અયોધ્યામાં રામ મંદિરની આતુરતાથઈ રાહ જોવાી રહી છે ત્યારે આવનારા વર્ષના શરુઆતના મહિનામાં મંદિર બનીને તૈયાર થી જશે અને ભક્તો મંદિરના દર્શન પણ કરી શકશે તે જ સમયે અયોધ્યામાં ભવ્ય એરપોર્ટ બની રહ્યું છે જેનું નિર્માણ કાર્ય પણ તેજ થયું છે અહી આવતા યાત્રીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવશે અને એરપોર્ટની અંદર પ્રવેશતા જ ભગવાના મંદિરની એક શાનદાર ઝલક જોવા મળેશે એ રીતે ખૂબ જ જીણવટતાથઈ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જો રામ મંદિરની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પીએમ મોદીએ ફેબ્રુઆરી 2020માં રામમંદિરના નિર્માણની દેખરેખ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રની જાહેરાત કરી હતી. જે બાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું અને ત્યાર બાદ અહી ભવ્ય એરપોર્ટ વિકસાવાની વાત કરાઈ હતી અને તેનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું જે હવે તેજગતિે થઈ રહ્યું છે.
રામલલાની સુરક્ષા જળ, જમીન અને આકાશ એમ ત્રણેય માર્ગોથી કરવામાં આવશે, જેના માટે ટેકનિકલી સુરક્ષાને ખૂબ જ ચૂસ્ત કરવામાં આવશે, અયોધ્યાની સુરક્ષા માટેના માસ્ટર પ્લાનના પ્રથમ તબક્કાને યોગી સરકારે મંજૂરી આપી દીધી છે. આ સુરક્ષા યોજના સંપૂર્ણપણે સર્વેલન્સ પર આધારિત હશે.
રામ ભક્તો ઘણા સમયથી ભગવાન રામમા મંદિરને લઈને આતુર બન્યા છે ત્યારે હવે થોડા સમયમાં મંદિરનું નિર્માણ પણ પૂર્ણ થશે કારણ કે અયોધ્યામાં ભગવાન રામલલાનું ભવ્ય મંદિર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરી 2024માં રામલલાના દર્શન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, એજન્સીઓએ રામલલાના મંદિરની સાથે અયોધ્યાની સુરક્ષાને લઈને એક અલગ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે જેમાં કોઈ પણ પ્રકારની કચાસ જોવા મળશે નહી
એટલે કે હવે ટૂંક સમયમાં દેશના અનેક મોટા શહેરો સાથે અયોધ્યાનું એરપોર્ટ હવાઈ માર્ગે જોડાઈ શકે છે. અયોધ્યામાં ઈન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ કાર્યમાં ઝડપ આવી ગઈ છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં અયોધ્યાથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ શરૂ થઈ શકે છે.
જાણકારી અનુસાર પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ શરૂ થશે, જ્યારે બીજા અને ત્રીજા તબક્કાનું કામ ચાલુ રહેશે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિનામાં અયોધ્યાથી પ્રથમ ફ્લાઈટ શરૂ થઈ શકે છે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ પાસેથી લાયસન્સ માટે પ્રક્રિયા ચાલુ છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટેનું લાઇસન્સ ઓક્ટોબરમાં મળવાની અપેક્ષા છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. ઓક્ટોબર સુધીમાં ગ્રાઉન્ડ ફ્લોર પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે રામ મંદિર ટ્રસ્ટે પણ જાહેરાત કરી છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નવા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં થશે.જેમાં પીએમ મોદી ની પણ હાજરી હશે.