Site icon Revoi.in

સીએમ યોગીએ કન્યાઓના અભ્યાસ માટે આપ્યો ખાસ આદેશઃ એક સાથે બે બહેનો સ્કુલમાં અભ્યાસ કરે છે તો એકની ફી માફ કરે પ્રાઈવેટ સ્કુલ

Social Share

 

લખનૌ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કન્યાઓના શિક્ષણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે ,આ માટે તેમણે એક ખાસ આદેશ જારી કર્યો છે ,આ આદેશ અતંર્ગત કહેવામાં આવ્યું છે કે,  છોકરીઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે જો બે બહેનો ખાનગી શાળાઓમાં એક સાથે ભણતી હોય તો તેમાંથી એકની ફી માફ કરવી જોઈએ. જો ખાનગી શાળાઓ આ નહી કરે તો સંબંધિત વિભાગે વિદ્યાર્થીની ફીની વ્યવસ્થા કરવી જોઈએ. આ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીઓ બનાવવા જોઈએ.

ગાંધી જયંતિ નિમિત્તે લોક ભવનમાં આયોજિત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં તેમણે રાજ્યના એક લાખ 51 હજાર વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ મોકલી હતી. આ દરમિયાન, તેમણે 30 મી નવેમ્બર સુધીમાં તમામ પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ કાર્ય મિશન મોડમાં પૂર્ણ કરવાનો  પણ નિર્દેશ આપ્યો.

સીએમ યોગીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે આજે દેશના બે મહાન યોદ્ધાઓનો જન્મદિવસ છે. હું ગાંધીજી અને શાસ્ત્રીજીને નમન કરું છું. ગાંધીજીએ સત્ય અને અહિંસાની શક્તિ પર દેશને આઝાદ કરાવ્યો. 2014 માં, સ્વચ્છ ભારત મિશન 2 ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનું પરિણામ છે કે આપણે 99 ટકા સુધી ઈન્સેફેલાઈટિસ જેવા રોગોને નિયંત્રિત કર્યા છે. આ રોગ રાજ્યના 38 જિલ્લાઓમાં 97 ટકા સુધી નિયંત્રિત કરવામાં આવ્યો છે.

સીેમ યોગી એ કહ્યું કે, આઝાદીના તાત્કાલિક બાદ એસસી, એસટી ઓબીસી અને માઈનોરિટી વોંટ બેંક માનવામાં તો આવી પરંતુ સત્તાની ગલિઓમાં તેમનો અવાજ દબાવી દેવામાં આવ્યો આજે વિકાસનો લાભ તેઓને મળી રહ્યો છે, દેશ પ્રદેશના દરેક વ્યક્તિની નાત જાત અને ઘર્મ જોવા વગર જ દરેક યોજનાોનો પુરેપુરો લાભ આપવામાં આવી રહ્યો છે.