Site icon Revoi.in

સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે સીએમ યોગીએ ‘મુખ્યમંત્રી અભ્યૂદય યોજના’નો કર્યો આરંભ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિક્ષણને લઈને અનેક સારા કાર્યો પાર પાડવામાં આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશમાં પણ આ બાબાતે અનેક કાર્ય મુખ્યમંત્રી દ્રારા થઈ રહ્યા છે ત્યારે આજે સોમવારના  રોજ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ‘મુખ્યમંત્રી અભ્યુદય યોજના’ ની શરૂઆત કરી હતી.

સીએમ યોગીએ આ પ્રસંગે મા સરસ્વતીની સામે દીવો પ્રગટાવીને અભ્યુદય કોચિંગના વર્ચુઅલ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન સીએમ યોગીએ રજિસ્ટર થયેલા ઉમેદવારો સાથે પણ વાત ચીત પણ કરી હતી. ઔપચારિક પ્રારંભ થયા પછી મંગળવારથી તમામ વિભાગમાં શારીરિક અને વર્ચુઅલ વર્ગો પણ  શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ, આઈઆઈટી જેઇઇ, એનઇઈટી સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફતમાં કોચિંગ આપવામાં આવશે.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, જીવનના સર્વાંગી વિકાસનું માધ્યમ જ અભ્યુદય છે, આ ફક્ત કોચિંગ જ નથી આ યોજનાથી ઉત્તર પ્રદેશના યુવાનોના સર્વાંગી વિકાસનો અગ્રેસર બનશે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ગો મંગળવારથી શરૂ થશે. જેના ખતી વિદ્યાર્થીઓમાં રહેલી ચોક્કસ પ્રતિભાઓ બહાર આવશે.

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે ખેતીને નફાકારક બનાવવા માટે કૃષિ કાયદા રજૂ કરાયા હતા. જે લોકો હિતની ઇચ્છા નથી તેઓએ ભ્રમ ફેલાવવાના ખોટા પ્રયત્નો કર્યા છે. આ મૂંઝવણને પરિણામે, કેટલાક સ્થળોએ આંદોલન થઈ રહ્યો છે, પરંતુ સામાન્ય રીતે દેશના ખેડૂતોએ કૃષિ કાયદાઓને સકારાત્મક રીતે લીધા છે.

સાહિન-