Site icon Revoi.in

કોરોના મહામારી, દુનિયાનું સૌથી લાંબુ માસ્ક ઉત્તરપ્રદેશમાં બનાવાશે

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે માસ્ક લોકોની જીવનનો એક ભાગ બની રહ્યું છે. વિશ્ર્વને કોરોના સામે અડીખમ ઉભા રહીને મુકાબલો કરવાનો સંદેશ સાથે ઉત્તરપ્રદેશમાં વિશ્વનું સૌથી લાંબુ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખાદીના કપડાથી દુનિયાનું સૌથી મોટું 150 વર્ગ મીટરનું માસ્ક તૈયાર કરી તેને હોટ એર બલૂનથી ડિસ્પ્લે કરવામાં આવશે. તેનું લોન્ચીંગ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તા. 2 જાન્યુઆરી કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે ઓડ્રા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ખાદી ફેબ્રીમ હેન્ડઓવર કાર્યક્રમમાં ડિઝાઈનર મનિષ ત્રિપાઠીને માસ્ક બનાવવા માટે ખાદીનું કપડું આપ્યું હતું. રાજ્યના તમામ જિલ્લામાંથી બે-બે મીટર ખાદીનું કપડું આપવામાં આવ્યું છે. દુનિયાના સૌથી મોટા માસ્કનું તા. 2 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોન્ચીંગ કરશે. આ ઉપરાંત ખાદીનું માસ્ક બનાવનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિતના દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. અમેરિકા અને બ્રિટન સહિતના દેશોમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ભારતમાં આગામી દિવસોમાં કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે. રસીકરણને લઈને કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.