યુપીના સીએમનું એલાન- અગ્નિપથ યોજનાનો ભાગ બનેલા યુવાનોને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા અપાશે
- સીએમ યોગીની જાહેરાત
- અગ્નિપથ યોજનાનો ભાગ બનેલાને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા
લખનૌઃ- ભારતીય સેનામાં અગ્નિપથ યોજનામાં કામ કરી ચૂકેલા અગ્નિવીરોને CAPF અને આસામ રાઈફલ્સની ભરતીમાં મળશે પ્રાથમિકતા આપવાની ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે ત્યારે હવે આ બાબતે ઉત્તરપ્રદેશની સરાકારે પણ એક મહત્વનો નિર્ણય જોહેર કર્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકાર ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ કામ કરી ચૂકેલા યુવાનોને પોલીસની નોકરીમાં પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે આ જાહેરાત કરી હતી.
આ મામલે સીએમ યોગીએ જણાવ્યું છે કે ભારતીય સેનામાં ફરજ બજાવ્યા બાદ અગ્નિવીરોને યુપી પોલીસ અને તેને લગતી અન્ય સેવાઓમાં પ્રાધાન્ય આપવામાં આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જળ, જમીન અને વાયુસેનામાં ચાર વર્ષ માટેના અગ્નિવીરોની ભરતીની જાહેરાત કરી હતી.
જાણો અગ્નિપથ યોજના શું છે
અગ્નિપથ યોજના હેઠળ, ત્રણેય સેવાઓમાં સાડા 17 વર્ષથી 21 વર્ષની વયજૂથના યુવાનોની ભરતી કરવામાં આવશે. આ ભરતી ચાર વર્ષ માટે રહેશે. 10 અને 12 પાસ યુવાનો અરજી કરી શકશે.
અગ્નિપથ યોજના હેઠળ ભરતી કરવામાં આવનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે. આ અગ્નિવીરોની સેવા ચાર વર્ષ બાદ સમાપ્ત થશે. જો સેનામાં કોઈ જગ્યા ખાલી હશે તો તેમાંથી કેટલાક યુવાનોને મેરિટના આધારે જાળવી રાખવામાં આવશે.