Site icon Revoi.in

ગ્લોબલ ઈન્વેસ્ટ સમિટમાં સીએમ યોગીની શાનદાર સફળતા – કુલ 19 રોકણકારોએ 25 હજાર કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મોટા રોકાણને આકર્ષવા માટે વિવિધ રાજ્યોના મોટા શહેરોમાં આયોજિત રોડ શો સતત કરવામાં આવી રહ્યા છે.  વિતેલા દિવસને બુધવારના રોજ ટીમ યોગીએ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં રોડ શો યોજ્યો હતો,

જાણકારી અનુસાર  આ રોડ શો દ્રારા સીએમ યોગીએ દ 19 રોકાણકારોએ 25,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુ દ્વારા રાજ્યમાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે 32 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. તે જ સમયે, અન્ય ઘણા રોકાણકારોએ હજારો કરોડનું રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ પછી 19 રોકાણકારોએ એમઓયુ ફાઈનલ કર્યા. તેમાંથી 12 એમઓયુ રૂપિયા 100 કરોડ કે તેથી વધુના હતા. જ્યારે એક હજાર કરોડ કે તેથી વધુના 6 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સૌથી મોટો એમઓયુ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. જે વતી રૂ. 15,500 કરોડ કરવામાં આવ્યા હતા.

આ રોકાણકારો ફેબ્રુઆરીમાં રાજધાની લખનૌમાં યોજાનારી યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લઈને તેમના રોકાણને અંતિમ સ્વરૂપ આપશે. હૈદરાબાદમાં રોડ શોનું નેતૃત્વ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કર્યું હતું.

રોડ શો પહેલા દિવસભર બિઝનેસ ટુ ગવર્નમેન્ટ (B2G) બેઠકો યોજાઈ હતી. આ દરમિયાન, હૈદરાબાદના બે ડઝનથી વધુ રોકાણકારોએ ઉત્તર પ્રદેશના પ્રતિનિધિમંડળ પાસેથી યુપીમાં રોકાણની તકો, નીતિઓ હેઠળ ઉપલબ્ધ તમામ પ્રકારની રાહતો અને મુક્તિઓ વિશે માહિતી લીધી હતી.