- સીએમ યોગી હોળી બાદ લેશે શપથ
- આવતી કાલે કરશે દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત
લખનૌઃ- દેશભરમાં 5 રાજયોના ચૂંટણીઓના પરિણામ આવતાજ બીજેપીએ ફરી એક વખત પોતાના પક્ષને વધુ મજબૂત બનાવ્યો છs, ત્યારે ઉત્તર પ્રદેશમાં સતત બીજી વખતે સીએમ યોગીએ બાજી મારી હતી, ત્યારે હવે બીજી વખત મુખ્યમંત્રી બન્યાના શપથ યોગી આદિત્યનાથ હોળી બાદ લેશે.
આ સાથે જ હવેૈ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ, ઉત્તર પ્રદેશના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે દિલ્હીની મુલાકાત લેશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે યોગી આદિત્યનાથ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે. દરમિયાન નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ હોળી સુધી સ્થગિત કરવામાં આવી શકે છે તેવી માહિતી મળી રહી છે.હોળી બાદ શપથ ગ્રહણ યોજાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશના પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટમીનું 10 માર્ચે પરિણામ જાહેર થયું હતું,આ દિવસે યોજાયેલી મત ગણતરીમાં, ભાજપ ગઠબંધને 273 બેઠકો જીતીને જંગી જીત નોંધાવી હતી. આ પછી સીએમ યોગી આદિત્યનાથે શુક્રવારે રાજ્યપાલ આનંદીબેન પટેલને રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પરિણામો આવ્યા બાદ યોગી આદિત્યનાથની પીએમ મોદી સાથેની આ પ્રથમ મુલાકાત હશે ત્યારે હવે ભાજપની જીત બાદ બીજા જ દિવસે પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે ગઈકાલથી આવ્યા છે,