Site icon Revoi.in

યુપીમાં રાહત કાર્ય ઝડપી બનાવાના CMનો આદેશ,હવાઈ પરિક્ષણ કરીને પુરની સ્થિતિનો તાગ મેળવ્યો

Social Share

લખનૌઃ- ભારે વપરસાદના કારણે ઉત્તરપ્રદેશમાં ઠેર ઠેર પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી આદિત્યાનાથ યોગીએ સ્થિતિનો તાગ મેળવવા હવાઈ નિરીક્ષણ કર્યું છે આ સાથે જ બચાવ કાર્યને ઝડપી બનાવાના આદેશ પણ આપ્યા છે.

રાજ્યમાં દજે હાલ પુરની સ્થિતિ સર્જાય છે તેને લઈને સીએમ આદિત્યનાથે કહ્યું કે પૂરના કારણે જાનહાનિ અને પશુઓના નુકસાનમાં અસરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ ઝડપથી થવું જોઈએ. આ સાથે પૂર રાહત સામગ્રીના પેકેટનું વિતરણ પણ વહેલી તકે કરવામાં આવે તેવા આદેશ પણ આપ્યા છે.

સીએમ યોગી એ આજરોજ શુક્રવારે પૂરથી પ્રભાવિત ગોરખપુર, અયોધ્યા, બારાબંકી અને સંત કબીર નગર સહિત અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. રાજ્ય સરકારના પ્રવક્તાએ આ બાબતને લઈને માહિતી આપતા કહ્યું  કે મુખ્ય પ્રધાને સરયુ નદીના પૂરથી પ્રભાવિત ગોરખપુર, સંત કબીર નગર, બસ્તી, અયોધ્યા, ગોંડા અને બારાબંકીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.