રાજધાની દિલ્હીમાં CNG અને PNG નાં ભાવમાં નોંધાયો વધારો – આજથી નવા દર ચૂકવવા પડશે
- રાજધાનીમાં સીએનજી-પીએનજીના ભાવ વધ્યા
- મોંધવારીનો બેવડો માર જનતા પર
દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે, પેટ્રોલ ડિઝલના ભાવ જ્યાં આસમાને પહોંચ્યા છે ત્યા બીજી તરફ હવે દિલ્હી એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે ,રાત્રે 12 વાગ્યા બાદ દિલ્હીમાં નવા દરો લાગૂ કરાયા છે.
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ દ્રારા નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં CNC પ્રતિ કિલોની કિંમત 78.61 રૂપિયા થઈ ચૂકી છે, જે પહેલા 75.61 રૂપિયા હતી. જ્યારે હવે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં નવા દરો લાગુ થતાની સાથે જ સીએનજી 81.17 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતું થયું છે જે પહેલા 78.17 રૂપિયાએ મળતું હતુ.
આ સહીત આજરોજથી હવે દિલ્હીમાં સ્થાનિક પીએનજીની કિંમત પણ 53.59 રૂપિયા પ્રતિ SCM થઈ ગઈ છે. ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પીએનજી 53.46 રૂપિયા જ્યારે ગુરુગ્રામમાં 51.79 રૂપિયા પ્રતિ SCM હશે.ઉલ્લેખનીય છે કે વધતા જતા ભાવની અસર વાહન ચાલકો પર પડી રહી છે તેમના ખીસ્સાનવો ભઆર રહવે બેવડો થઈ ગયો છે.આ પહેલા પણ અનેર જગ્યાએ ભાવમાં વધારો થયો હતો.