Site icon Revoi.in

કોરોનાકાળમાં સીએનજીનો વપરાશ રાજ્યમાં 32 ટકા જેટલો ઘટ્યો, શાળા-કોલેજ બંધ હોવાથી વપરાશમાં નોંધાયો ઘટાડો

Social Share

અમદાવાદ – સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યમાં શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને વાહન વ્યવહારનો નપરાશ પણ ઓછો થયેલો જોવા મળ્યો હતો. જેની અસર પેટ્રોલ ડિઝલના વપરાશ પર જોવા મળી રહી છે.

કોરોના કાળમાં લોકડાઉનથી અંદાજે 25 ટકા પેટ્રોલ ડિઝનનું વેચાણ ઘચવા પામ્યું છે, ગુજરાત કે જયાં ગ્રીન એનર્જી-સીએનજીનો વપરાશ સૌથી વધુ થતો હોય છે. ત્યાં એપ્રિલ-સપ્ટેમ્બરનાં સમયગાળામાં સીએનજીનાં વેચાણ પર માઠી અસર પડેલી જોઈ શકાય છે,કુલ વેચાણ 32 ટકા ઘટ્યું છે.

સમગ્ર રાજયમાં એપ્રિલથી લઈને સપ્ટેમ્બર મહિના વર્ષ 2020 નાં સમયગાળા દરમિયાનમાં 252 થાઉઝન્ટ મેટ્રીક ટન સીએનજી નું વેચાણ થયું છે જેતેના આગળના વર્ષ એટલે કે વર્ષ 2019 ના સમાન સમયગાળામાં દરમિયાનની સરખામણીમાં ખૂબજ ઓછુ છે, વર્ષ 2019માં 367 ટીએમટી વેચાણ નોંધાયુ હતું.

આ સમગ્ર આંકડાઓ કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ વિભાગ હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. સીએનજીના વપરાશમાં ઘટાડો થવા માટેનું ખાસ કારણ શાળાઓ તથા કોલેજો બંધ હોવાનું મનાઈ રહ્યું છે. આ સાથે જ જાહેર ટ્રાન્સપોર્ટ સેવાથી લઈને પરિવહન ખાનગી સેવાઓ પણ બંધ હોવાથી આ વેચાણ પર માઠછી અસર જોવા મળી છે, જેમાં પરિક્ષાઓ ખાસ કરીને સીએનજીથી ચાલતી હોય છે વાહન વ્યવહાર સેવા બંધ થતા સીએનજી પર અને પેટ્રોલ ડિઝલના વેચાણ પર તેની અસર જોવા મળી છે.

સાહિન-