- આમ જનતાને મોંઘવારીનો માર
- PNG-CNG ના વધ્યા ભાવ
- PNG 91 અને CNG 70 પૈસા થયું મોંધુ
પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે પીએનજીના ભાવમાં 91 પૈસાનો વધારો કર્યો છે,જ્યારે સીએનજી 70 પૈસા મોંઘુ થયું છે. આ વધારા પછી દિલ્હીમાં સીએનજીની કિંમત પ્રતિ કિલો 43.40 રૂપિયા થઇ ગઈ. તો,પીએનજીની કિંમત એસસીએમ દીઠ 28.41 રૂપિયા થઇ ગઈ.
નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં પણ સીએનજી 70 પૈસા મોંઘુ થઇ ગયું છે. હવે ગાઝિયાબાદ,નોઇડા અને ગ્રેટર નોઇડામાં સીએનજી પ્રતિ કિલો 49.08 રૂપિયા મળશે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આઇજીએલના ટ્વિટ મુજબ મુઝફ્ફરનગર અને શામલીમાં પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. હવે એક કિલો સીએનજીની કિંમત વધીને 57.27 રૂપિયા થઇ ગઈ છે
મુઝફ્ફરનગર,મેરઠ અને શામલીમાં પીએનજીના ભાવ રૂ. 32.67 રૂપિયા એસસીએમ થઇ ગયું છે. કાનપુર,ફતેહપુર અને હમીરપુરમાં સીએનજીની કિંમત 60.50 રૂપિયા પ્રતિ કિલો રહેશે.
અગાઉ એલપીજીના ભાવમાં વધારો થયો હતો. સરકારી તેલ કંપનીઓએ 1 માર્ચ 2021 ના રોજ સબસિડી વિના 14.2 કિલો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારો કર્યો હતો. તો, 19 કિલોના વ્યાપારી ગેસ સિલિન્ડરના ભાવમાં 90.50 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.
-દેવાંશી