મહારાષ્ટ્રના આ શહેરમાં સીએનજીના ભાવ ફરી વધ્યા – 7 એપ્રિલથી સતત આ 4 થી વખત ભાવમાં વધારો ઝિંકાયો
- પૂણેમાંમ સતત 4થી વખત સીએનજીના ભઆવમાં વધારો
- ફરી આજરોજ 2.2 રુપિયાનો વધારો કરાયો
મુંબઈ- દેશભરમાં મોંધવારીએ માજા મૂકી છે, પેટ્રોલ-ડીઝલના ભાવ હોય કે અનાજ-કઠાળના ભઆવ હોય દિવસેને દિવસે આ ભાવમાંમ નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે,ત્યારે રાંઘણ ગેસ સહીત સીએનજીના ભઆવમાં પમ વધારો જોવા મળે છે,ફરી એક વખત સીએનજીના ભઆવમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના સ્થિર ભાવ વચ્ચે સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. હવે મહારાષ્ટ્રના પુણેમાં આજરોજ શુક્રવારે ફરીથી CNGની કિંમતમાં 2.2 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે.
ઓલ ઈન્ડિયા પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રવક્તા અલી દારૂવાલાએ આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે પુણેમાં 7 એપ્રિલથી CNGના દરમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે.