દિલ્હી – વિતેલા દિવસના રોજ વર્લડ કપ ફાઇનલ ની મેચ ઓસ્ટ્રેલિયા સામે યોજાઇ જેના ભારતનો પરાજય થયો હતો ત્યાર બાદ અનેક લોકોએ ટીમ ઈન્ડિયા નવ સહાનુભૂતિ આપી હતી . ત્યારે હવે ટીમ ઈન્ડિયાના કોચ એ ઇન્ડિયાની ટીમના હરનું કારણ જણાવ્યું છે .
ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતનું ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આ હાર બાદ કરોડો ભારતીય ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબા હાથના ઓપનર બેટ્સમેન ટ્રેવિસ હેડે શાનદાર ઇનિંગ રમી હતી. 137 રન બનાવીને તેણે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. હાર બાદ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડનું નિવેદન આવ્યું છે.
કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘આ દિવસ અમારા માટે ઘણો મુશ્કેલ હતો. અમે ટૂર્નામેન્ટમાં ખૂબ સારું રમ્યા પરંતુ ઑસ્ટ્રેલિયન ટીમ અમારા કરતાં વધુ સારી રમી, અમારા તેમને અભિનંદન. તેણે કહ્યું કે રોહિત શર્માએ શાનદાર કેપ્ટનશિપ કરી. આ વર્લ્ડ કપ દરમિયાન તે સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. તે સુકાની તરીકે ટીમ માટે એક દાખલો બેસાડવા માંગતો હતો.
વધુમાં રાહુલ દ્રવિડે કહ્યું કે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર રહી. પરંતુ ટીમ છેલ્લી મેચમાં દબાણનો સામનો કરી શકી ન હતી. તેણે કહ્યું કે પાવરપ્લે દરમિયાન ટીમ ઈન્ડિયાએ 80થી વધુ રન બનાવ્યા હતા. તેમ છતાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે તમારી કારકિર્દીની શરૂઆતમાં વિકેટો પડી જાય છે ત્યારે ભાગીદારી બનાવવી મહત્વપૂર્ણ છે, પરંતુ અમારા બેટ્સમેનો તેમ કરવામાં નિષ્ફળ ગયા. અમે થોડા રક્ષણાત્મક બની ગયા. કોચે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની પણ શરૂઆત સારી રહી ન હતી પરંતુ તેણે મોટી ભાગીદારી કરીને મેચ જીતી લીધી હતી.