Site icon Revoi.in

માલદીવની જળસીમામાં બોટ ખોટકાતા ફસાયેલા 10 ભારતીય માછીમારોનું કોસ્ટગાર્ડે કર્યું રેસ્ક્યુ

Social Share

બેંગ્લોરઃ માલદીવના જળસીમામાં માછીમારી કરવા ગયેલી તમિલનાડુના માછીમારોની બોટમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેથી આ બોટમાં સવાર 10 જેટલા માછીમારો ફસાયાં હતા. આ અંગેની જાણ થતા ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ માલદીવ પહોંચી ગઈ હતી. તેમજ દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે માલદીવના જળસીમામાંથી બચાવેલા દસ ભારતીય માછીમારોને વિશાખાપટ્ટનમ પરત લાવી હોવાનું જાણવા મળે છે. માલદીવના દરિયામાંથી બચાવેલા માછીમારો તમિલનાડુ અને કેરળના હોવાનું જાણવા મળે છે.

આ માછીમારો 16 એપ્રિલ, 2023ના રોજ તમિલનાડુના કન્યાકુમારી પાસેના થેંગાપટ્ટનમથી દરિયાઈ માછીમારી માટે ગયા હતા. જો કે, તેમની બોટનું એન્જીન ફેલ થઈ ગયું અને તેઓ કોઈની મદદ વિના 5 દિવસ સુધી માલદીવના પાણીમાં ડૂબી ગયા. આ માછીમારોને 26 એપ્રિલ 2023ના રોજ માલદીવ સર્ચ એન્ડ રેસ્ક્યુ એરિયામાંથી એમવી ફ્યુરિયસ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ MRCC એટલે કે મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરના સંકલનમાં બચાવ્યા હતા. કોસ્ટ ગાર્ડ મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી) તરફથી મળેલી માહિતીના આધારે, અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કેમ્પબેલ ખાડીથી આવતા વેપારી જહાજ પર બચાવી લેવાયેલા માછીમારોને ઉતારવા માટે ICGS વિગ્રહને રવાના કરવામાં આવ્યું હતું.

આ દસ માછીમારોમાંથી આઠ કેરળના વિઝિંજમના છે જ્યારે બે તમિલનાડુના કન્યાકુમારીના છે. બચાવી લેવામાં આવેલા તમામ દસ માછીમારોની પ્રાથમિક તબીબી તપાસ કોસ્ટ ગાર્ડ જહાજ પર કરવામાં આવી હતી અને તમામ સ્વસ્થ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. દસ ભારતીય માછીમારો સુરક્ષિત પરત તમિલનાડુ ફરતા પરિવાજનોમાં ખુશી ફેલાઈ છે.