1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દરિયામાં વિદેશી બોટને આંતરીને કોસ્ટગાર્ડ અને ATS એ 50 કિલો હેરોઈન સાથે સાત ઈરાની માછીમારોને ઝડપી લીધા
દરિયામાં વિદેશી બોટને આંતરીને કોસ્ટગાર્ડ અને ATS એ 50 કિલો હેરોઈન સાથે સાત ઈરાની માછીમારોને ઝડપી લીધા

દરિયામાં વિદેશી બોટને આંતરીને કોસ્ટગાર્ડ અને ATS એ 50 કિલો હેરોઈન સાથે સાત ઈરાની માછીમારોને ઝડપી લીધા

0
Social Share

અમદાવાદ :  ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની  માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે.  ગુજરાત એટીએસ  અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જેમાં ગઈકાલે મોડી રાત્રે સાત ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા હતા. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં 1600 કિમીને દરિયા કિનારો આવેલો છે. દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ઘૂંસાડવાના પ્રયાસો કરાતા હોય છે. એટલે કોસ્ટગાર્ડ અનો પોલીસ પણ એલર્ટ છે.  છેલ્લા કેટલાય મહિનાઓથી ગુજરાતની દરિયાઈ સરહદો ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહી છે. કચ્છના દરિયાઈ કાંઠે ડ્રગ્સ ઘૂસાડવાના કિસ્સા વધી રહ્યાં છે. પહેલા પાકિસ્તાન બાદ હવે ગલ્ફના દેશો ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યાં છે. હવે ગુજરાતમાં ઈરાનથી ડ્રગ્સ સાથેના કન્ટેઈનર આવી રહ્યાં છે. ભારતીય જળ સીમામાં ભારતીય કોસ્ટગાર્ડનું સંયુક્ત સર્ચ ઓપરેશન શનિવારે મોડી રાત્રે હાથ ધરાયુ હતું. ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો બોટ અને હેરોઈન સાથે પકડાયા છે.  ગુજરાત ATS ખાતે આજે રવિવારે તમામ માછીમારોને લાવવામાં આવશે. આ મામલે ગુજરાત એટીએસ વધુ તપાસ હાથ ધરશે. ગુજરાત એટીએસના ડીવાયએસપી ભાવેશ રોજીયાએ આ માહિતી આપી હતી.

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી 50 કિલો હેરોઈન ઝડપાયુ છે. આ સાથે જ 7 ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરાઈ છે. આ ઈરાની માછામીરો ફિશિંગ બોટમાં હેરોઈનનું સપ્લાય કરતા હતા. આશરે 250 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપાયો છે.  પાંચ દિવસ પહેલા મુદ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સ આવતુ હોવાની બાતમી મળી હતી. મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા ડ્રગ્સ આયાત થયાની બાતમીના આધારે ટીમે બે કન્ટેનર રોકીને તપાસ કરાઈ હતી. આખરે બંને કન્ટેનરમાં ટેલ્કમ પાવડરની આડમાં ડ્રગ્સનો જથ્થો હોવાનુ સામે આવ્યુ હતું. મુન્દ્રામાં એક કન્ટેનરમાંથી હજારો કરોડનું અફઘાન હેરોઈન ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કન્ટેઈનરમાંથી  38 બેગ ભરીને હેરોઈન મળ્યું હતું. હેરોઈન અફઘાનિસ્તાનું હોવાનું અને કંદહારની હસન હુસેન લિમિટેડ નામની એક્સપોર્ટર પેઢીએ માલ લોડ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.  ભારતીય જળ સીમા પર સુરક્ષા વ્યવસ્થા સઘન થયા બાદ આ રીતે ગેરકાયદે હેરોઈન ઘૂસાડવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. સવાલ એ છે કે, આખરે કેવી રીતે ગુજરાતનો દરિયો ડ્રગ્સ માટે બદનામ બની રહ્યો છે. કોણ છે આ માલ મોકલી રહ્યો છે, આ માલ કોને મોકલવાનો છે, અને આખરે ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનું શુ ષડયંત્ર છે, ત્યાંથી આગળ આ ડ્રગ્સનું શુ થવાનુ હતું તે મોટી તપાસનો વિષય છે.      (file-photo)
 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code