પોરબંદરથી 40 કિમી દૂર દરિયામાં ફસાયેલા 5 માછીમારોને કોસ્ટગાર્ડે બચાવ્યા
અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પોરબંદરથી 40 કિમી દૂર દરિયાની મધ્યમાં ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ICG જહાજ C-16 એ પ્રેમસાગર જહાજના તમામ પાંચ ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા.
ભારતીય કોસ્ટ ગાર્ડે ફિશિંગ બોટમાંથી પાંચ માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. ફોર્સે જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-1 (દક્ષિણ ગુજરાત દમણ અને દીવ) ના મરીન રેસ્ક્યુ સબ સેન્ટરને ડૂબતી બોટ અને માછીમારો વિશે ફોન આવ્યો હતો.
માહિતી મળતાની સાથે જ ICG જહાજ C-16 તરત જ પોરબંદર જવા રવાના થયું હતું. ICGએ પ્રેમસાગર જહાજના પાંચેય ક્રૂને બચાવ્યા અને તેમને તબીબી સહાય પૂરી પાડી. આ પછી તેઓને પોરબંદર લાવીને ફિશરીઝ વિભાગને સોંપવામાં આવ્યા હતા.