Site icon Revoi.in

દિલ્હીમાંથી બે હજાર કરોડની કિંમતનું કોકીન ઝડપાયું, ચારની ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે આજે ડ્રગ્સની મોટા ખેપનો પર્દાફાશ કર્યો છે. લગભગ 500 કરોડથી વધારે કોકીન જપ્ત કરું છે. જેની કિંમત લગભગ 2 હજાર કરોડ માનવામાં આવે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ આ કાર્યવાહી કરી હતી. પોલીસે કોકીનના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે. આમ ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિંડિકેટનો ખુલાસો થયો છે. નાર્કો ટેરરના એંગલથી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એડિશનલ સીપી પ્રમોદ સિંહ કુશવાહએ જણાવ્યું હતું કે, આરોપીઓની ઓળખ દિલ્હીના વસંત વિહારના તુષાર ગોયલ તરીકે થઈ છે. આ ઉપરાંત તેના સાગરિત હિમાંશુ અને ઔરંગઝેબ ઉપરાંત કુર્લા વેસ્ટના રિસીવર ભરત જૈનની ધરપકડ કરવામાં આવી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, તુષાર ગોયલ, હિમાંશુ અને ઔરંગઝેબ પાસેથી લગભગ 15 કિલો જેટલું કોકીન ઝડપાયું હતું. તેઓ મહિપાલપુર એક્સટેન્શનના ગોડાઉન પાસે કોકીનનો જથ્થો સપ્લાય કરવા આવ્યાં હતા ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યાં હતા. ગોડાઉનમાંથી મોટી માત્રામાં જથ્થો ઝડપાયો હતો. આ રેકેટને મીડલ ઈસ્ટથી કન્ટ્રોલ કરવામાં આવતું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસે કરોડની કિંમતનો કોકીનનો જથ્થો જપ્ત કરીને ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આ ઉપરાંત આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.