- નારિયેળની મલાઈન સ્કિનને બનાવે છે કોમળ
- નારિયેળની મલાઈ અને મધનું ફેશિયલ સ્કિન પર ગ્લો લાવે છે
શિયાળો આવતાની સાથે જ સૌ કોઈને સ્કિનની સ મસ્યા સતાવતી હોય છે,ખાસ કરીને સ્કિન રુસ્ક બની જવી, સ્કિનમાં ચીરા પડવા, ગાલ લાલ થવા કે ગાલ ફાટી જવા વગેરે સ્કિનની સમસ્યા સર્જાય છે જો કે લીલા નારિયેળની મલાઈથી તમે આ દરેક સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો.
સૌ પ્રથમ તો નારિયેળમાંથી મલાઈને કાઢીલો ત્યાર બાદ જો તે ઘટ્ટ મલાી હોય તો તેને પાણીથી બરાબર ઘોઈલો અને મલાઈ નરમ છે તો એમ જ એક બાઉલમાં લઈલો.
હવે આ મલાઈઈને મિક્સરમાં ક્રશ કરીલો હવે ક્રશમાંથી 4 જાતના ફેશિયલ અને સ્ક્રબ બનાવી શકો છો.
1 -નાળિયેરની મલાઈ અને દહીંનો ફેસ માસ્ક લગાવવાથી તમને ત્વચાની શુષ્કતા ઓછી કરવામાં મદદ મળશે. 2 ચમચી નાળિયેરની મલાઈની પેસ્ટમાં 1 ચમચી દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવો. હવે 15-20 મિનિટ પછી કોટનથી ચહેરો સાફ કરી લો.
2 – નારિયેળની મલાઈને 2 ચમચી પેસ્ટ લો તેમાં 1 ચમમી મધ અને એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો આ પેસ્ટથી તમે ચહેરા પર મસાજ કરી શકો છો,જેનાથી ફાટેલી ડેમેજ સ્કિન સુધરે છે અને સ્કિન કોમળ બને છે.10 મિનિટ ઓછામાં ઓછો હળવા હાથ મસાજ કરી ફેશવોશ કરી લેવો
3- નારિયેળની મવલાઈની 4 ચમચી પેસ્ટ લો હવે તેમાં તમે જુવાર અથવા બાજરીનો 2 ચમચી લોટ મિક્સ કરો,આ રેસ્ટ સ્ક્રબનું કામ કરે છે,આ પેસલ્ટથછી તમે સ્કિન પર સ્ક્રબ કરી શકો છો જે તમારા ચહેરા પર ઉપસી આવેલા સફેદ દાણાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે
4 – નારિયેળની મલાઈની 3 પેસ્ટ લઈલો, હવે તેમાં 1 ચમચી બેસન એડ કરો ત્યાર બાદ તેમાં 1 ચમચી એલોવેરા જેલ એડકરીને બરાબર મિક્સ કરો, આ ફેશપેકને 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો ત્યાર બાદ ફએશ વોશ કરીલો આમ કરવાથી સ્કિન કોમળ બને છે.