- નારિયેળ તેલનો ઉપયોગ
- ત્વચાની સાથે વાળ માટે પણ ફાયદાકારક
- ત્વચાને આપે છે પોષણ
નારિયેળના તેલનો આપણે સૌ વાળની તકેદારી રાખવા અને તેના માટે ઉપયોગ કરતા હોય છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે નારિયેળનો ઉપયોગ ત્વચા માટે પણ ઉપયોગી અને ફાયદાકારક છે. જો તમારી ત્વચા પર ખીલની સમસ્યા ખૂબ જ રહે છે, તો નારિયેળ તેલથી બનેલો ફેસ માસ્ક લગાવવાનું શરૂ કરો. ખીલની સમસ્યા મોટાભાગના લોકોને પરેશાન કરે છે. આના કારણે ત્વચા પર ડાઘ-ધબ્બા પણ થવા લાગે છે, જે જલ્દી દૂર થવાનું નામ નથી લેતા. નાળિયેર તેલમાં મોનોલોરિન હોય છે જે ખીલ પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખે છે.
નાળિયેર તેલએ વાળમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું તેલ છે. વાળને માત્ર પોષણ જ નહીં, પણ તેમને મૂળથી મજબૂત પણ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માટે પણ નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. હા, નારિયેળ તેલમાં રહેલા પોષક તત્વો ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. નાળિયેર તેલ ત્વચાને પોષણ આપે છે.
ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માંગો છો, તો 1 ચમચી નારિયેળ તેલ લો. તેમાં અડધી ચમચી મધ, અડધી ચમચી શિયા બટર ઉમેરો. નાળિયેર તેલ અને શિયા બટરને ગરમ કરો જેથી તે પીગળી જાય. હવે તેમાં મધ ઉમેરો. તેને ચહેરા પર સારી રીતે લગાવો. તેને 15-20 મિનિટ માટે છોડી દીધા પછી, ચહેરાને પાણીથી સાફ કરો.