Site icon Revoi.in

પીળા દાંત સહિત આ સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે નારિયેળ તેલ,રાતોરાત દેખાય છે અસર

Social Share

કોકોનટ ઓયલ એટલે કે નારિયેળ તેલ ત્વચા, વાળ અને સ્વાસ્થ્યની સારી રીતે કાળજી લઈ શકે છે. નારિયેળ તેલ જે શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ માનવામાં આવે છે, તેને દિનચર્યામાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેનું નુકશાન પણ ઓછું છે. તેમાં ઘણા એવા પોષક તત્વો મળી આવે છે જે આપણી ત્વચાને અંદર અને બહાર બંને રીતે પોષણ આપે છે. જો તેને રાત્રે લગાવવામાં આવે તો તેની અસર બીજા દિવસે સવાર સુધી જોવા મળે છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નારિયેળ તેલ ઘણી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જાણો…

દાંતને ચમકાવો

આ તેલમાં લૌરિક એસિડ હોય છે જે એન્ટી-માઈક્રોબાયલ ગુણોથી ભરપૂર હોય છે. તે બેક્ટેરિયાને મારી નાખે છે અને દાંતનો સડો અટકાવે છે. પેઢાના સોજા અને દાંતની સંવેદનશીલતા ઘટાડવા ઉપરાંત આ તેલ દાંતને સફેદ કરવામાં પણ ઉપયોગી છે. અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેના દાંત પર મસાજ કરો.

વાળ ખરતા ઓછા થશે

જો તમારા વાળ ઝડપથી ખરતા હોય તો તેના પર નારિયેળ તેલની માલિશ કરવાનું શરૂ કરો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત વાળમાં નાળિયેરનું તેલ લગાવો અને પછી શેમ્પૂ-કન્ડિશનરનો ઉપયોગ કરો. આમ કરવાથી વાળ તો મજબૂત બનશે જ સાથે ચમકદાર પણ દેખાશે. આ તેલમાં એશેશિયલ ઓયલના થોડા ટીપાં મિક્સ કરીને લગાવો અને તફાવત જુઓ.

નખ માટે ફાયદાકારક

નાળિયેર તેલ નખ અને તેની આસપાસની ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા નખ અને તેની આસપાસની ત્વચા પર નારિયેળનું તેલ લગાવીને સૂઈ જાઓ.

આઈબ્રો

કેટલીકવાર આઈબ્રોના હલ્ક વાળને કારણે લુક ખરાબ લાગે છે. આઈબ્રોના વાળને ઘાટા કે ઘટ્ટ બનાવવા માટે તેના પર પણ નારિયેળ તેલ લગાવવાની આદત બનાવો. રાત્રે સૂતા પહેલા લગાવવું બેસ્ટ રહેશે.

હોઠ માટે

ઉનાળામાં પણ હોઠની ત્વચા શુષ્ક થવા લાગે છે. મોઈશ્ચરાઈઝેશન કે મોઈશ્ચર ન હોવાને કારણે હોઠ ફાટવા લાગે છે અને તેમાં ઘણો દુખાવો થાય છે. હોઠની સમસ્યા હોય તો દિવસમાં ઓછામાં ઓછું બે વાર તેલ લગાવો. આ સિવાય તમે નિયમિત રીતે હોઠ પર તેલ લગાવીને સૂઈ શકો છો.