Site icon Revoi.in

કોફી સ્વાસ્થ્ય માટે છે ગુણકારી ખાસ કરીને બ્લેક કોફી આરોગ્ય પહોંચાડે છે બમણો ફાયદો

Social Share

સામાન્ય રીતે દરેક વ્યક્તિને ચા અને કોફી પીવી ખૂબ પસંદ હોય છે, અનેક લોકોની સવાર ચા કે પછી કોફીની ચૂસ્કિની સાથે થતી હોય છે, પરંતુ ક્યારેય મે બ્લેક કોફી પીધી છે, જો નહી તો હવેથી બ્લેક કોફી પીવાનું શરુ કરવાનું ચોક્કસ વિચારશો, કારણ કે આ બ્લેક કોફી પીવાથી અઢળક ફાયદાઓ થાય છે.બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી 5, વિટામિન બી 3, રેબોફ્લેવિન વિટામિન બી 2 હોય છે.બ્લેક કોફી તાજગી તો આપે જ છે સાથે કેટલાક લાભ કરવા છે,તો ચાલો જાણીએ કઈ સ્થિતિમાં બ્લેક કોફી પીવાથી શું ફાયદાઓ થાય છે.

બ્લેક કોફીમાં કેલરી ઓછી હોવાથી વેઈટ લોક માટે બ્સેટ ઓપ્શન

બ્લેક કોફી તમારા માટે ખૂબ આરોગ્યપ્રદ ગમઆય છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી છે. આ સહીત બ્લેક કોફીમાં કેફીન મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તે પુષ્કળ એન્ટીકિસડન્ટ્સમાં જોવા મળે છે, જે પાર્કિન્સન, અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવા ન્યુરોોડિજેરેટિવ રોગોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

હ્દયને લગતી બીમારી થતા અટકાવે છે આ બ્લેક કોફીનું સેવન

જો તમે ખાંડ નાખ્યા વગરની બ્લેક કોફી પીશો ત્યારે તેનાથી તમારા હાર્ટને ખૂબ જ ફાયદો થાય છે. કોફી પીવાથી શરીરમાં બળતરાનું પ્રમાણ ઓછું થાય છે, જે રક્તવાહિની રોગ એટલે કે હૃદય રોગથી બચાવે છે.

જ્યારે આપણાને કંઈક ઈજા થાય ત્યારે બ્લેક કોફી પીવાથી ઘા જલ્દીથી રુઝાઈ જાય છે.આપણે જાણીએ છીએ તે રીતે બ્લેત કોફીમાં એન્ટિઓક્સિડેન્ટ્સ અને ન્યુટ્રિએન્ટ્સ મોટી માત્રામાં સમાયેલુંવહોય છે જેથી કરીને તે પ્રમાણસર પીવામાં આવેતો તેનો ઘણો ફાયદો થાય છે.

યાદ શક્તિને મજબૂત બનાવે છે કોફીનું સેવન
ઘણા લોકોને નાની નાની બાત ભૂલવાની આદત હોય છે, આવી સ્થિતિમાં જો બ્લેક કોફીનું સેવન કરવામાં આવે તો આ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે,રોજ સવારે બ્લેક કોફી લેવામાં આવે તો મગજની કામ કરવાની મેમોરી પાવર ફૂલ બને છે.

વર્કઆઇટ કરતા લોકોએ કરવું જોઈએ બ્લેક કોફીનું સેવન

જે લોકો દરરોજ જીમમાં જાય છે, કસરત કરે છે પ્રાણાયામ કરે છે તે લોકોએ દરરોજ સવારે એક કપ બ્લેક કોફી પીવી જોઈએ, કારણ કે બ્લેક કોફીનો સૌથી મોટો તમારા ફિઝિકલ પરફોર્મન્સને બેસ્ટ બનાવાનો થાય છે. એબ્લેક કોફી તમારા શરીરમાં તાત્કાલિક એડ્રેનાઇલનું સ્તર વધારી દે છે જેના કારણે શરીર ફિઝિકલ એક્સર્શન માટે તૈયાર થઈ જાય છે.