- કોરોના બાદ દિલ્હીમાં શરદીએ માથૂં ઊચક્યૂં
- કોવિડ હેલ્પલાઈન પર સતત આવી રહ્યા છે કોલ્સ
દિલ્હીઃ દેશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવાને આરે છે ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના બાદ મામમૂલી શરદીના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે, કોવિડ હેલ્પલાઈન પર સતત આ માટેના કોલ્સ આવી રહ્યા છે.
દિલ્હીમાં કોવિડ હેલ્પલાઈન પર મોટાભાગના કોલ્સ એટલા માટે છે કારણ કે લોકોમાં શરદી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે અને તેઓ તેમની આસપાસ કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગે છે. તે જ સમયે, ઘણા લોકો સંક્રમણમાંછી સ્વસ્થ થયા પછી પણ સ્વસ્થ નથી અનુભવી રહ્યા. આ જ કારણ છે કે તેઓ હેલ્પલાઈનનો સંપર્ક કરીને તબીબી સલાહ લઈ રહ્યા છે.
25 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચની વચ્ચે, રાજધાનીમાં દરરોજ સરેરાશ 300 થી વધુ ફોન કોલ હેલ્પલાઈન 1031 પર નોંધાઈ રહ્યા છે. 25 ફેબ્રુઆરીના રોજ 408 કોલ્સ નોંધાયા હતા. જ્યારે 28 ફેબ્રુઆરીએ 474 લોકોએ ફોન કર્યો હતો. 3 માર્ચ સુધીમાં 453 ફોન કોલ્સ રેકોર્ડ કરવામાં આવ્યા છે.
જ્યારે દિલ્હીમાં દરરોજ હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા હતા, તે દરમિયાન કોવિડ હેલ્પલાઈન પર દરરોજ સરેરાશ 1600 ફોન કોલ આવી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના ત્રીજી લહેર દરમિયાન 12 જાન્યુઆરી 2021ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 2041 ફોન કોલ નોંધાયા હતા.કોરોનામાં સ્વસ્થ થયેલા લોકો પણ હાલ શરદીથી પરેશાન છે આવા કિસ્સાઓમાં વધારો થયો છે.