- સોરાષ્ટ્રભરમાં ઠંડી ગાયબ
- ડબલ ઋતુનો થયો અહેસાસ
- તાપમાનમાં થયો એકાએક વધારો
રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં ઠંડીનું જોર ઘટવા લાગ્યું છે. તાપમાનમાં એકાએક વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલ પાનખર ઋતુ ચાલી રહી છે. તો સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને રાતે લોકો ઠંડીની અનુભૂતિ કરી રહ્યા છે. બપોરના સમયે લોકો પંખા અને એસીનો સહારો લઈ રહ્યા છે. જો કે શિયાળો વિદાય લેતો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.
થોડા દિવસ પહેલા ઉત્તરાખંડમાં ગ્લેશિયર તુટવાની ઘટના બની હતી તેને જોતા જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યા હતા કે મધ્યભારત સુધી ઠંડી વધી શકે છે અને તાપમાનનો પારો ગગડી શકે છે. પરંતુ હાલ હવે ઠંડી ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
મહત્વનું છે કે ઉત્તર ભારતમાં હજુ પણ કેટલા રાજ્યો અને શહેરોમાં બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ છે અને તે રસ્તાઓ પણ ટુંક સમયમાં ફરીવાર શરૂ થઈ શકે છે.
-દેવાંશી