દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક નિર્ણય લેવાયા હતા. જેમાં ફ્રુટ આધારિત ઠંડા પીણા ઉપર 28 ટકા જીએસટી લેવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત 12 ટકા અતિરીક સેસ પણ લગાવવામાં આવ્યો છે. આ નિર્ણયમાં કાર્બોનેટેડ ઠંડાનો પણ સમાવેશ થાય છે. આમ સામાન્ય રીતે જે કોઈ ઠંડા પીણામાં 10 ટકાથી વધુ કોઈ પણ ફળનો રસ હોય તો ફ્રુટ જ્યુસ તરીકે ઓળખવામાં આવે છે. આમ કોલ્ડડ્રીંસની કિંમતમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
FSSAIના નિયમ અનુસાર ફ્રુટ જ્યુસનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. લીંબુ પાણીના કિસ્સામાં જો 5 ટકાથી વધુ હોય તો તેને ફ્રુટ જ્યુસ માનવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્પાદકો અને વેચાણ કરનાર ઉપર કાઉન્સિલે જાણે લાલ આંખ કરી હોય તેઓ ચિત્ર સામે આવ્યું છે જેમાં જે ઉત્પાદકો પોતાનું માસિક જીએસટી રિટર્ન નહિ ભરતા હોય તે કરદાતાઓ પોતાનું GSTRર 1 ફોર્મ ભરી નહીં શકે. પગલાથી જીએસટીમાં જે રેવન્યુ લીકેજ ના પ્રશ્નો ઉભા થાય છે તે નહીં થાય. જીએસટી કાઉન્સિલ આ નિર્ણય વર્ષ 2022 ની 1લી જાન્યુઆરીથી અમલી બનાવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ કાઉન્સિલે જીએસટી રજીસ્ટ્રેશન આધાર કાર્ડની નોંધણી ફરજિયાત કરી છે અને જે કરદાતા આધાર કાર્ડની નોંધણી કરશે તેને જ રિફંડ ક્લેઇમ કરવા માટે હક આપવામાં આવશે.