મુંબઈ:વિશ્વભરની મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરતી વખતે સતત છટણી કરી રહી છે.એમેઝોન, ટ્વિટર, મેટા અને અન્ય કંપનીઓમાં વધુ એક મોટી અને અમેરિકન કંપનીનું નામ જોડાઈ ગયું છે.જી હા, કોલ્ડ ડ્રિંક્સ અને ચિપ્સ બનાવતી કંપની PepsiCo Inc એ તેના મુખ્યમથકના કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે.અહેવાલ અનુસાર, પેપ્સીકો ઇન્ક તેના ઉતરી અમેરિકાના સ્નેક અને બેવરેજ યુનિટસથી તેના હેડક્વાર્ટર ખાતેના કર્મચારીઓની છટણી કરી રહી છે.કંપનીએ સંકેત આપ્યો છે કે કોર્પોરેટ લેઓફ ટેક અને મીડિયા કંપનીઓથી આગળ વધવા લાગી છે.
ન્યૂયોર્ક સ્થિત કંપની સેંકડો કર્મચારીઓની છટણી કરી રહી છે, જર્નલે સોમવારે એક આંતરિક મેમોને ટાંકીને અહેવાલ આપ્યો હતો. જર્નલે જણાવ્યું હતું કે પેપ્સિકોએ કંપનીને “સરળ” કરવાના હેતુ તરીકે છટણીનું વર્ણન કર્યું છે. કંપનીના પ્રવક્તા દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.કંપનીના શેરમાં સોવાર લગભગ દોઢ ટકા ઘટીને 183.12 ડોલર પર બંધ થયો હતો.
કંપની ખાંડ, મકાઈ અને બટાટા જેવી કોમોડિટીઝ માટે વધુ ચૂકવણી કરી રહી છે.જેનો બોજ કંપનીએ ગ્રાહકો પર નાખવાનું શરૂ કર્યું છે.ફ્રિટો-લે ચિપ્સ, માઉન્ટેન ડ્યુ સોફ્ટ ડ્રિંક અને ક્વેકર ઓટ્સ નિર્માતાએ જણાવ્યું હતું કે,કંપનીના ઉત્પાદનોની માંગ મજબૂત રહી છે.