સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો, પવન સાથે ભારે ઠંડી ,આગામી 5 દિવસ રહશે આકરી ઠંડી
અમદાવાદ – દેશભરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે ગુજરાત ની વાત કરવામાં આવે તો અહી કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલુંજ નહીં સમગ્ર દિવસ દરમિયાન અહી ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે આજે વહલી સવારથી જ અમદાવાદ શહેરમાં ઠંડા પવન સાથે ઠંડી જામી છે .
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે ઠંડી વધતી જય રહી છે હવે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીનું જોર રહવાની શક્યતાઓ દર્શાવી છે .
છેલ્લા ઘણા દિવસોથી અહી વાતાવરણ અંધકારમય બન્યું છે સાંજે 5 વગતની સાથે જ રાત્રિના 7 વાગ્યા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે સવાર સાંજ ભારે પવન સાથે ઠંડી અનુભવાઈ રહી તો તો વહલી સવારે ઝાકળ પણ જોવા મળી રહી છે .
જો રાજ્યના જુદા જુદા મોત શહેરોની વાત કરી નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાએ જણાવ્યું કે, અમદાવાદમાં 9 ડિસેમ્બર બાદ ઠંડી વધશે અને તાપમાન 16 ડિગ્રીથી નીચે જઈ શકે છે.આજે વહલી સવારથી જ અમદાવાદ માં કોલ્ડ વેવ ની અસર વર્તાઇ રહી છે .