ગુજરાતમાં ઠંડીનો ચમકારો, સવારે તાપમાન ગગડતા કાતિલ ઠંડીનો ચમકારો
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે. દરમિયાન રાજ્યભરમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નજીક પહોંચ્યો છે. નલિયા, ગાંધીનગર, અમદાવાદ, અને અમરેલીમાં 11 થી 13 ડિગ્રી, વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાતા સવારમાં લોકો ઠંડીથી ઠંઠવાયા હતાં. દરમિયાન ગાંધીનગરમાં 11.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે સૌથી વધુ ઠંડી 12.3 ડિગ્રી સાથે નોંધાઈ હતી. જયારે અમરેલીમાં પણ 13.6 ડિગ્રી, સાથે તિવ્ર ઠંડક અનુભવાઈ હતી. અમરેલીમાં પણ ચાલુ માસની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. તેમજ વડોદરામાં 15.2 ડિગ્રી, ભાવનગરમાં 16.7 ડિગ્રી, અને ભૂજ ખાતે 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટનું લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું હતું, વ્હેલી સવારે હવામાં ભેજ 71 ટકા રહેતા થોડીવાર ધુમ્મસ છવાયું હતું. જો કે મોડી સવારે ફરી વાતાવરણ સ્વચ્છ બની ગયું હતું. તેમજ ડિસામાં 14 ડિગ્રી, દિવમાં 14.5 તથા દ્વારકામાં 20, કંડલામાં 16 તથા નલિયામાં 12.6 ડિગ્રી, ઓખામાં 23.2, પોરબંદરમાં 14, સુરતમાં 17.5, તથા વેરાવળમાં 19 ડિગ્રી, લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં કડકડતી ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. આ ઉપરાંત તાપણાની મદદથી ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડવાની શકયતા છે.