- રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધશે
- લોકો ગરમ વસ્ત્રો અને તાપણાનો લઈ રહ્યાં છે સહારો
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગના આંકડાઓ અનુસાર છેલ્લાં નવ વર્ષમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન રેકોર્ડ બ્રેક ગગડું છે. અમદાવાદમાં સૌથી નીચું ૧૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી નીચું 14.7 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું હતું, 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. આગામી બેથી ત્રણ દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. શિયાળાની આરંભ સાથે જ ચાલુ વર્ષે ફૂલગુલાબી ઠંડી પડી રહી છે. રાત્રિના સમયે કડકડતી ઠંડી લોકો અનુભવી રહ્યાં છે. કડકડતી ઠંડીથી બચવા માટે હવે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. આ ઉપરાંત તાપણાનો સહારો લઈ રહ્યાં છે.