Site icon Revoi.in

સમગ્ર ઉત્તરભારતમાં ઠંડીનું જોર – દિલ્હી સહીત કેટલીક જગ્યાઓએ આજે વરસાદની સંભાવના

Social Share

દિલ્હીઃ- હાલ દેશભરમાં ભારે ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે ખાસ કરીને હિમાચલ અને જમ્મુંમાં થતી બરફ વર્ષાની અસર મેદાની વિસ્તાર દિલ્હી, પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં જોવા મળી છે,સમગ્ર ઉત્તરભારત હાલ ઠંડીની ઝપેટમાં છે આ વિસ્તારો હાલ શીતલહેરનો સામનો કરી રહ્યા છે ત્યારે શીતલહેરની સ્થિતિ વચ્ચે હવે હવામાન વિભાગે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ દર્શાવી છે.

 ઉત્તર ભારતમાં લોકોને ઠંડીથી રાહત મળી છે અને તે હજુ પણ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી કેટલીક જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયના પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે અને તેની અસર 23 થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પશ્ચિમ મેદાનો પર જોવા મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેની અસરને કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 20 થી 22 જાન્યુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની પણ સંભાવના વ્યક્ત કરી છે.આ સાથએ જ  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23મી જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલય સુધી પહોંચી શકે છે.
જો કે  હાલ પીગળતી ઠંડીથી લોકોને રાહત મળી છે. જો કે હવામાન વિભાગે હવે વરસાદની શક્યતા વ્યક્ત કરી છેઆગામી સપ્તાહે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે.