ગુજરાતમાં ઠંડી ઘટીઃ નલિયા રહ્યું સૌથી ઠંડુ નગર
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ રાજ્યના મોટા ભાગનાં સ્થળોએ ઠંડી સાવ સામાન્ય રહેવા પામી હતી. નલિયા અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10ની નીચે રહ્યો હતો. જ્યારે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10ની ઉપર રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નલીયા ખાતે 8.2 અને ગાંધીનગરમાં 8.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ બંને નગરોમાં તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. આ ઉપરાંત રાજકોટમાં 13.8 ડીગ્રી, અમદાવાદમાં 11.4, ડીસામાં 12.3, વડોદરામાં 12.2, સુરતમાં 15, કેશોદમાં 10.2, ભાવનગરમાં 14.4, પોરબંદરમાં 13, વેરાવળમાં 16.9, દ્વારકામાં 17.8, ઓખામાં 18, ભૂજમાં 14.8, સુરેન્દ્રનગરમાં 14.5 તથા કંડલામાં 13.9, અમરેલીમાં 11.8 અને મહુવામાં 12.1, દિવમાં 14.1, તથા વલ્લભવિદ્યાનગર ખાતે 13 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ગુજરાતમાં બપોરનું તાપમાન પણ 30 થી 33 ડિગ્રી વચ્ચે નોંધાતા ગરમીનો અહેસાસ પણ થઇ રહ્યો છે. ઠંડીમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.