દિલ્હી સહીત સમગ્ર ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું- નવા વર્ષના આરંભમાં પણ રહેશે ઠંડીનું જોર
- સમગ્ર ઉત્તરભારતમાં શીતલહેર
- કાશ્મીરમાં ઘુમ્મસની અસર વિમાન સેવા પર જોવા મળી
- નવા વર્ષના આરંભમાં પણ ઠંડીનું જોર રહેશે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં છંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે,રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત શીત લહેરની લપેટમાં છે. મંગળવારના રોજ દેશની રાજધાની દિલ્હીમાં તાપમાન 6.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે ક આ તાપમાન બે ડિગ્રી સુધી જઈ શકે છે. નવા વર્ષનું આગમન પણ ભારે શિયાળાની સાથે રહેવાની સંભાવના છે. કાશ્મીરમાં મંગળવારે મધ્યમ હિમવર્ષા સાથે ઘુમ્મસની ચાદરો છવાઈ હતી.જેની અસર વિમાન સેવા પર જોવા મળી છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમી ખલેલને કારણે નવા વર્ષના પર્વ પર ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે ઠંડી રહેશે. આવનારા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીવ્ર શીત લહેરનો ફાટી નીકળે તો નવાઈ નહી હોય.
તો બીજી તરફ અને ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં 30 અને 31 ડિસેમ્બરે સામાન્ય કોલ્ડ વેવની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2જી જાન્યુઆરી સવાર સુધી ગાઢ ધુમ્મસ રહેશે. આજ સમય વચ્ચે મુંબઈમાં આ સિઝનમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું
ગાઢ ધુમ્મસની અસર જમ્મુની એરલાઇન્સ પર થઈ રહી છે. મંગળવારે જમ્મુ એરપોર્ટથી સંચાલિત ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અન્ય સાત વિલંબ કરવામાં આવી હતી. જમ્મુના હવાઇમથકના ડિરેક્ટર પ્રભાત રંજન બૌરિયાએ કહ્યું કે ખરાબ દૃશ્યતાને કારણે ફ્લાઇટ્સને અસર થઈ. સવારે નવ વાગ્યે એરપોર્ટની દૃશ્યતા શૂન્ય હતી. બપોરે 1 વાગ્યા પછી થોડો સુધારો થયો
કાશ્મીર ખીણમાં મોટાભાગના સ્થળોએ મધ્યમ બરફવર્ષાથી પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. સ્થાનિક લોકો આશા સેવી રહ્યા છે કે નવા વર્ષ નિમિત્તે પ્રવાસીઓનું આગમન વધશે અને તેમનો રોજગાર પણ વધશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગરમાં બડગામ, પુલવામા, કુલગામ, અનંતનાગ અને દક્ષિણ કાશ્મીર જિલ્લામાં વિતેલી કાલે પણ બપોર પછી બરફવર્ષા શરુ હતી. જ્યારે પ્રવાસીઓ પટની ટોપમાં બરફવર્ષાની મજા માણી રહ્યા છે.
સાહિન-