Site icon Revoi.in

રાજસ્થાનના આ શહેરમાં ઠંડીએ છેલ્લા10 વર્ષનો રેકોર્ડ તોટ્યો – ઝાડ-પાનથી લઈને પાણીની પાઈપ લાઈનમાં બરફ જામ્યો

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં જાન્યુઆરીની શરુાતથી જ જાણે ઠંડીએ માજા મૂકી છે, ત્યારે રાજસ્થાનમાં ઠંડીનું વાતાવરણ દિવસેને દિવસે વધતું જ જઈ રહ્યું છે. શુક્રવારે સતત પાંચમાં દિવસે ફતેહપુરમાં તાપમાનનો પારો સૌથી નીચો નોંધવામાં આવ્યો હતો. સોમવારે તાપમાન માઇનસ 2.6, મંગળવારે માઇનસ 3.2, બુધવારે માઇનસ 3 અને ગુરુવારે માઇનસ 4 ડિગ્રી રહ્યો હતો. શુક્રવાર અતિશય ઠંડીના કારણે ખુલ્લા વિસ્તારોમાં ઝાડ, છોડ અને વાહનો ઉપર બરફની ચાદરો છવાઈ ગઈ હતી, આ સાથે જ કેટચલાક સ્થળોએ પાણીની પાઈપમાં પણ પાણીના બદલે બરફ જોવા મળ્યો હતો.

31 ડિસેમ્બરનો રોજ આ વિસ્તારનો છેલ્લા 10 વર્ષનો સૌથી ઠંડો દિવસ હતો. ફતેહપુરમાં તાપમાન -4 ડિગ્રી હતું. કૃષિ સંશોધન કેન્દ્રના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો  હજુ થોડા દિવસો સુધી થતો રહેશે.

ફતેપુરમાં 31 ડિસેમ્બરે તાપમાનનો પારો માઇનસ 4 પર પહોંચ્યો હતો.ઠંડીએ  અહી છેલ્લા10 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 31 ડિસેમ્બર વર્ષ 2011 ના રોજ બુધ 0.9 ડિગ્રી, 31 ડિસેમ્બર 2012 ના રોજ પારો 1.7 ડિગ્રી, 31 ડિસેમ્બર 2013 ના રોજ 2.8 ડિગ્રી, 31 ડિસેમ્બર 2014 ના રોજ માઇનસ 0.5 ડિગ્રી, 31 ડિસેમ્બર 2015 ના રોજ 9.4 ડિગ્રી, 31 ડિસેમ્બર 2016 ના રોજ 5.4 ડિગ્રી, 31 ડિસેમ્બર 2017 ના રોજ 0.5 31 ડિસેમ્બર 2018 ના રોજ ડિગ્રી માઇનસ 0.5 ડિગ્રી, 31 ડિસેમ્બર 2019 ના રોજ 1.5 ડિગ્રી અને 31 ડિસેમ્બર 2020 ના રોજ માઇનસ 4 ડિગ્રી પારો નોંધાતા વાતાવરણની અંદર જાણે બરફ જ બરફ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે શુક્રવારથી ઘણા વિસ્તારોમાં હળવા વરસાદ અને માવઠાની સંભાવનાઓ સેવાઈ રહી છે,આગામી 24 કલાકમાં જયપુર, અજમેર, ઝુંઝુનુ, સીકર, ટોંક, કોટા, બુંદી, ધૌલપુર સહિત અનેક જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. વરસાદ અને કરા 4 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સાહિન-