Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં ઠંડીનો ચમકારો, લધુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધી નોંધાયું

Social Share

દિલ્હી – દેશભાર માં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે શિયાળો આવતાની સાથે જ અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું છે ખાસ કરી ને જો વાત કરીએ રાજધાની દિલ્હી ની તો અહી આજ રોજ શિમલા મનાલી જેવુ વાતાવરણ નોંધાયુ છે દિલ્હી ના લોકો ને ઠંડીનો ચમકારો અનુભવાયો છે.

રાજધાનીમાં  સતત ઘટી રહેલા તાપમાનને કારણે ઠંડી વધવા લાગી છે. હવે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. આજે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું.
આ સાથે જ આ સિઝનનો સૌથી ઠંડો દિવસ છે.દિલ્હી-સફદરજંગ મોનિટરિંગ સ્ટેશનમાં લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં આજે શિમલા કરતાં વધુ ઠંડી છે દરમિયાન, દિલ્હી આજે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા કરતાં વધુ ઠંડુ છે, કારણ કે શિમલા શહેરમાં લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શિમલામાં આજે મહત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની સંભાવના છે.
જો ગઈકાલની વાત કરવામાં આવે તો  દિલ્હીનું મહત્તમ તાપમાન 24.1 ડિગ્રીએ પહોંચ્યું હતું. ગઈકાલે દિલ્હીનું મહત્તમ તાપમાન 24.1 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આગાહી મુજબ, મહત્તમ તાપમાન 24 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા હતી.
જાણકારી અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચે આવી ગયું છે. બુધવારે લઘુત્તમ તાપમાન 7.4 ડિગ્રી, મંગળવારે 6.8 ડિગ્રી અને સોમવારે 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાનીમાં હવાની ગુણવત્તા 250 થી વધુ છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ડેટા અનુસાર, આજે સવારે દિલ્હીમાં ઘણા સ્થળોએ હવાની ગુણવત્તા ‘આરોગ્ય માટે જોખમી’ શ્રેણીમાં નોંધવામાં આવી હતી,
જુદા જુદા વિસ્તારોમાં  હવાની ગુણવત્તા 250 થી વધુ હતી. આનંદ વિહારમાં, AQI 475 હતો, જેના કારણે હવાની ગુણવત્તા ‘ખતરનાક’ શ્રેણીમાં બગડી ગઈ હતી. ગઈકાલે, સવારે 9 વાગ્યે, સરેરાશ AQI 358 હતો.ઉલ્લેખનીય છે કે દિવાળી પેહલાથી જ અહીની હવા ખરાબ શ્રેણીમાં નોંધાય છે જે આજ દિન સુધી સુધરી નથી . હાલ પણ વાતાવરણમાં ધુમ્મસ અને પ્રદૂષણ જોવા મળે છે .