- દિલ્હીમાં શીતલહેર યથાવત રહેશે
- બર્ફીલી હવાઓથી વધશે ઠંડી
- 27 જાન્યુઆરી બાદ મળશે રાહત
દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ઠંડા પવનોને કારણે એક સપ્તાહ સુધી ઠંડી પડશે.આજે એટલે કે સોમવાર શીત દિવસ રહેશે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 16 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.
IMD અનુસાર, સોમવારે સવારે ધુમ્મસ રહેશે.સાથે જ દિવસે સૂર્યોદય થયા બાદ આકાશ સ્વચ્છ થઈ જશે.
આમ,27 જાન્યુઆરીથી હવામાન સ્વચ્છ થવાની સંભાવના છે.
IMD ના જણાવ્યા અનુસાર,દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 19.7 MM વરસાદ પડ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગના પૂર્વાનુમાન કેન્દ્ર મુજબ વાદળા અને હળવો વરસાદને કારણે ઉતર પશ્ચિમ ભારતમાં ખૂબ ઠંડી વધી છે. કારણે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા પણ તેનું મુખ્ય કારણ છે.