Site icon Revoi.in

દિલ્હીમાં આજે પણ શીતલહેર સાથે વરસાદી માહોલ છવાયો – પહાડી પ્રદેશોમાં હિમવર્ષાનું પ્રમાણ યથાવત

Social Share

દિલ્હીઃ-નવી દિલ્હીમાં ફરી એકવાર ઠંડા પવનો સાથે વરસાદ પડતા વાતાવરણ ઠંડૂ બની ગયું હતુ, હવામાન વિભઆગે આપેલી જાણકારી આ વેસ્ટ્રન ડિસ્ટર્બન્સના 6 જાન્યુઆરીથી ખતમ થશે,જો કે ત્યાર બાદ ફરી 7મી તારીખે આ જ વાતાવરણ રંગ જમાવશે,કારણે  7 જાન્યુથી તાપનામ 7 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે

સમગ્ર ઉત્તર ભારતમાં હવામાન પર માઠી અસર પડેલી જાઈ શકાય છે. હિમવર્ષાને કારણે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ ગંભીર જોવા મળે છે. આ સાથે જ તેની અસર દિલ્હી સુધી જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાને પગલે ખુબ જ શીત લહેર પ્રસરી છે. જેની અસર પર્વતીય રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ તેમજ મેદાના રાજ્યો પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોઇ શકાય છે.

આ સાથે જ રાજસ્થાનના પિલાની અને માઉન્ટ આબુ તેમજ ગુજરાતમાં પોરબંદરમાં તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પર્વતપ્રદેશોમાં  પણ હિમવર્ષા ચાલુ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સમગ્ર હિમાલય પ્રદેશમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું  છે.

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી-એનસીઆરમાં વરસાદનો માહોલ છવાયો છે ત્યારે આજ રોજ મંગળવારે સવારથી વરસાદના માવઠા  ચાલુ છે. આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. 6 જાન્યુઆરીની બપોર પછી દિલ્હીમાં હવામાન સ્પષ્ટ થવાની સંભાવનાઓ છે પરંતુ ઠંડીમાંથી કોઈ રાહત નહીં મળે તેવી સંભાવનાઓ પણ છે

.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલ્ડ વેવનો બીજો રાઉન્ડ 7 જાન્યુઆરીથી દિલ્હીમાં શરૂ થઈ શકે છે. છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆરના લોકોને એક સાથે ત્રણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

સાહિન-