Site icon Revoi.in

દિલ્હી એનસીઆરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું – ગાઢ ગુમ્મસના કારણે ટ્રેનો સમય કરતા મોડી ચાલી રહી છે

Social Share

દિલ્હી-એનસીઆરમાં વિતેલી રાતથી શરુ થયેલા પવનથી ઠંડીમાં વધારો થયો છે, જ્યારે ધુમ્મસથી પરિવહનના માધ્યમોની ગતિ અટકી ગઈ છે. ધુમ્મસને લીધે દિલ્હી આવતી 13 ટ્રેનો મોડી પડી રહી છે.

દિલ્હીના સફદરજંગ અને પાલમ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સવારે 8.30 વાગ્યે અનુક્રમે 7.8 અને 8.5 ડિગ્રી નોંધાયું હતું. આ તાપમાન નિશ્ચિતરૂપે સામાન્ય કરતા વધારે છે પરંતુ ઠંડા પવનના કારણે શીતલહેરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી. લોકો ઠંડીમાં ઘ્રુજી રહ્યા છે.

દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તાની વાત કરીએ, તો અહીંની હવા ખૂબ નબળી કેટેગરીમાં  નોઁધાઈ રહી છે. દિલ્હીથી ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઇડા સુધી હવાની ગુણવત્તા 300 થી વધુ નોંધાઈ છે, જે ખૂબ જ નબળી વર્ગની શ્રેણીમાં આવે છે. ગુરુગ્રામમાં, તે 200 ની બહાર નોંધાઈ છે જે ખરાબ કેટેગરીમાં આવે છે.આ સાથે જ દિલ્હીમાં ગાઢ ઘુમ્મસના કારણે અનેક ટ્રેનો સમય કરતા ઘણી મોડી પડી હતી,જેને લઈને મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

ઘુમ્મસના કારણ દ્રશ્યતા નબળી પડી- ટ્રેનના સંચાલન પર જોવા મળી અસર

હવામાનમાં ઠંડીનું પ્માણ વધઘટ સાથે પાટનગરમાં બપોરે ઠંડીમાં થોડી રાહત મળી રહી છે. સવારે અને સાંજે શીતલહેર સાથે ઠંડીનો અનુભવ થાઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે બુધવારે પણ દિવસના તડકાને કારણે લોકોને ઠંડીથી રાહત મળશે, જ્યારે ઠંડા પવનો સાથે સવાર-સાંજ જ ધુમ્મસથી મુશ્કેલીમાં વધારો થશે.

હવામાન વિભાગના જણાવ્યાપ્રમાણે, 22 જાન્યુઆરીથી પશ્ચિમની ખલેલ ફરી એકવાર અસર જોવા મળી રહી છે. જેને કારણે જ્યાં પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની સંભાવનાઓ છે આ બરફ વર્ષાના કારણે મેદાનો વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. આ જોતા દિલ્હીમાં પણ વાદળછાયું વાતાવરણ બની શકે છે.

દિલ્હીથી આવતી આ 13 ટ્રેનો ઘુમ્મસના કારણે નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે,જાણો દિલ્હી આવતી  કઈ 13 ટ્રેનો મોડી દોડી રહી છે

સાહનિ-