- ગુજરાતમાં ઠંડીનો ચમકારો
- દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
- વાતાવરણ વધારે ઠંડુ થવાની શક્યતા
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું વાતાવરણ છે. તાપમાન પણ સતત ગગડી રહ્યું છે અને નલિયામાં તો 9 ડીગ્રી જેટલું તાપમાન નોંધવામાં આવી રહ્યું છે આવામાં હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે,ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે, અને તે દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. અનુમાન અનુસાર 18-19 નવેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ઠંડીનો પારો પણ ગગડી શકે છે અને વાતાવરણ વધારે ઠંડુ થઈ શકે છે.