Site icon Revoi.in

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત- કેટલાક શહેરોમાં 10 ડિગ્રીથી નીચે રહ્યું તાપમાન

Social Share

અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં શિયાળો બરાબર જામ્યો છે ,છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં ઠંડીનું જોર વધ્યું છે, સતત છંડી વધવાના કારણે રાત્રે તો જાણે ઘરની બહાર નિકળવું મુસકેલ બન્યું છે.એમા અમદાવાદની જો વાત કરવામાં આવે તો વિતેલા દિવસે 10 ડિગ્રી તાપમાન નોંધાતા છંડીનો ચમકારો પડ્યો હતો.

બીજી તફ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં  અતિશય ઠંડીની સ્થિતિ સર્જાય હતી,વિતેલા દિવસને સોમવારના રોજ અમદાવાદ સહિત રાજ્યના અંદાજે 10થી વધુ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી પણ નીચે આવી ગયો હતો .

અનેક શહેરોમાં ઠંડીનો પારો નીચે જતા ઠંડો પવન પણ ફૂંકાતા રાજ્યના લોકો શીત લહેર માં ધ્રૂજી ઊઠયા હતા . આજે અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 9 . 1 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ગાંધીનગરમાં 7 . 1 ડિગ્રી પારો પહોંચતા છંડીથી લોકો ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા હતા.
આ સ્થિતિ તો ગઈ કાલની હતી જો કે આજે વહેલી સવારથી પણ રાજ્યમાં છંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો છે, મંગળવારના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ અવી જ રહેવાની સંભાવનાઓ સેવાી રહી થે.

હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બનાસકાંઠા , ગાંધીનગર , આણંદ , વડોદરા , ભાવનગર , જુનાગઢ , અમરેલી અને કચ્છના વિસ્તારમાં કોલ્ડવેવની સ્થિતિ આગલા બે દિવસો સુધી રહેશે, આ સાથે જ ભૂજમાં અને સુરેન્દ્રનગર તથા અમરેલીમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આ સાથે જ રાજ્યના 10 શહેરોમાં અમદાવાદ , ગાંધીનગર , વિદ્યાનગર નગર , વડોદરા , નલીયા , રાજકોટ , કેશોદ , કંડલા એરપોર્ટ અને મહુવામા લઘુત્તમ તાપમાનના પોરો 10 ડિગ્રીથી નીચે આવી પહોંચતા લોકો ઠંડીમાં થ્રીજ્યા હતા.