જમ્મુ અને કાશ્મીરમાં ઠંડી વધી, શ્રીનગરમાં તાપમાન -3 ડિગ્રી નોધાયું
- જમ્મું કાશ્મીરમાં ઠંડીનો ચમકારો
- તાપમાનનો પારો -3 એ પહોંચ્યો
- હજુ વધારે ઠંડી પડવાની સંભાવના
શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનનો પારો નીચે ગગડ્યો છે જેના કારણે ત્યાં -3 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. આ બાબતે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું છે કે કાશ્મીરમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસની નીચે રહેવાનું ચાલુ છે. જો કે ઠડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે આમ છતાં લઘુતમ તાપમાન શૂન્યથી ઓછું જ નોંધવામાં આવ્યું હતું.
વાર્ષિક અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં આજે લઘુતમ તાપમાન માઇનસ 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના ચુરૂમાં લઘુતમ તાપમાન 3.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે એક દિવસ પહેલા કરતા 0.6 ડિગ્રી સેલ્યિયસ વધારે છે. કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ રિસોર્ટમાં લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યોમાં પણ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામા આવ્યું છે. જે ચાલુ સિઝનનું સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીનું આજનું તાપમાન સરેરાશ તાપમાન કરતા બે ડિગ્રી ઓછું છે. રાજસ્થાનના નાગૌર, સિકર, અલવર, પિલાની અને હનુમાનગઢમાં લઘુતમ તાપમાન અનુક્રમે 4.7, 5, 5.1, 5.3 અને 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.